પ્રાંતિજ: પક્ષીઓને બચાવવા વનવિભાગ દ્રારા યોજાઇ કરુણા અભિયાન રેલી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મકરસંક્રાંતિ પર્વના આડે હવે બે દિવસ બાકી છે ત્યારે પ્રાંતિજ ખાતે પક્ષીઓને બચાવવા રાજય સરકાર દ્વારા વનવિભાગના માધ્યમથી સંયુકત કરુણા અભિયાન રેલી યોજાઇ હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બેનરો સૂત્રોચ્ચાર સાથે પક્ષી બચાવોનો સંદેશ આપવામાં આવ્યો હતો.
પ્રાંતિજ ભાખરીયા બસ સ્ટેન્ડ થી પ્રાંતિજ મામલતદાર આર.કે.પટ્ટણી દ્વારા કરુણા અભિયાન રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં પ્રાંતિજ પ્રાથમિક શાળાના નંબર- ૨ ના બાળકો તથા રાજય સરકાર અને વનવિભાગ ના અધિકારીઓ દ્વારા સંયુકત કરુણા અભિયાન રેલીયોજાઇ હતી તો બાળકો દ્વારા પ્રજાજનો માં જન જાગૃતિ ફેલાવવામાંટે હાથમાં વિવિધ પક્ષી બચાવો બેનરો સાથે સૂત્રોચ્ચાર થકી પક્ષી બચાવો સંદેશ આપ્યો હતો તો પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ થી પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે રેલી પહોચી હતી જયાં પ્રાંતિજ- તલોદ પ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયા દ્વારા રેલીનું સમાપન કરાવ્યું હતું તો પક્ષી બચાવો ની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.
https://www.youtube.com/watch?v=zlnssk6Wo_w&feature=youtu.be
આ રેલીમાં મહંત સુનીલ દાસજી મહારાજ , ફોરેસ્ટ અધિકારી એન.જે. વાદળ , આર.એફ. ઓ ગણેશભાઇ વી.દેસાઇ , નગરપાલિકા ઉપપ્રમુખ નયનભાઇ દેસાઇ , નગરપાલિકા કોર્પોરેટર રાજેશભાઇ ટેકવાણી સહિત વનવિભાગ સ્ટાફ , શાળાનાબાળકો , શિક્ષકો સહિત ના મોટી સંખ્યામાં જોડાયાં હતાં અને પક્ષી બચાવો નો સંદેશો ફેલાવ્યો હતો અને જીવદયા માટે પ્રયાસો હાથ ધર્યા હતાં.