ગુજરાત
પ્રાંતિજ: ઉદ્ધાટન પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખનુ નામ ન હોવાથી મંચ છોડી ચાલતી પકડી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નવ નિર્મિત તાલુકા પંચાયતના નવિન મકાનના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખનું નામ ના હોવાથી મંચ છોડીને ચાલતી પકડી હતી .
પ્રાંતિજ ખાતે તાલુકા પંચાયત ના લોકાર્પણ સમારોહ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન. કે.સુતરીયા નું નામ ના હોવાથી તેવોએ મચ છોડીને ચાલતી પકડી હતી અને દલિત વિરોધી સરકાર છે તેવો આક્ષેપ કર્યો હતો તો તેવો સભા છોડી ને નિકળી ગયાં હતાં તો મારૂં તથા સમાજ નુ અપમાન કર્યું છે તેવું જણાવ્યું હતું તો આમંત્રણ પત્રિકા મા પણ શુ કામ નામ લખ્યું હું સભા ને તો આવકારૂ છું. પણ ભાજપ ની આ સમાજ અને મહિલા વિરોધી નિતીને લઇ ને સભા નો બહિષ્કાર કરું છું અને તકતીમા નામ ના હોવાથી અહીં થી નિકળી જાવ છુ.