કડા ખાતે આવેલ શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ સંકુલ ખાતે ત્રિદિવસીય શિવ પરીવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
વિજાપુર માણેકપુરાનાં કડા પાસે આવેલ શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ સંકુલમાં બનાવેલ મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 8,9 અને 10 ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રથમ
દિવસે દૈહ શુધ્ધી, પંચ કર્મ, જલયાત્રા, આરતી બીજા દિવસે પ્રાત-પૂજન, શિવ પરિવાર શોભાયાત્રા, આરતી તથા ત્રીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા આરતી સહિત ના કાર્યક્રમો યોજાયા હતાં.
https://www.youtube.com/watch?v=AYh_Treor_g&feature=youtu.be
ત્યારે મંદિર ના દાંતા તથા પ્રાણપ્રતિષ્ઠા ના દાંતા, ભોજનના દાંતા, જયશંકર ઈશ્વરલાલ મગનલાલ રાવલ પરિવાર બામોસણા તથા મંડપ ના દાંતા ગીતાબેન પ્રદિપભાઇ શાંતિલાલ રાવલ પરિવાર બામોસણા દ્રારા
યોજાયું હતું. આ પ્રસંગે સમાજના પ્રમુખ રતીશભાઇ છગનલાલ રાવલ, શિવશક્તિ ના ચેરમેન સુરેશભાઇ લક્ષ્મણદાસ રાવલ, વાઇસ ચેરમેન ભાસ્કરભાઇ વાસુદેવ રાવલ, વાઇસ ચેરમેન ગુણવંતભાઇ
રાવલ, સમાજ ના મંત્રી શૈલેષભાઇ લક્ષ્મણદાસ રાવલ તથા સમાજ ના પદાઅધિકારીઓ, શિવશક્તિ ના ટ્રસ્ટીઓ કો.ટ્રસ્ટીઓ સહિત સમાજના આગેવાનો, ભાઇ-બહેનો અને ધર્મપ્રેમી લોકો મોટી
સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.