અમદાવાદ સહિત દેશભરના પોસ્ટ વિભાગના કર્મચારીઓની હડતાળ
સરકારની કામદાર વિરોધી નીતિના વિરોધમાં બેન્ક સહિત ગુજરાત અને દેશના લાખો કામદારો આજે અને આવતી કાલે એમ બે દિવસ સુધી હડતાળ પર ઊતરી ગયા છે. બે દિવસની હડતાળ દરમિયાન બેન્કોના બે દિવસ સુધી કરોડોના વ્યવહારો થંભી જશે.
આ હડતાળને રેલવે સહિતના દેશના દસ જેટલા મોટા કામદાર યુનિયનોએ ટેકો જાહેર કર્યો છે. હડતાળના કારણે અમદાવાદમાં ૧પ૦૦ કરોડનું બેન્ક કલીયરીંગ ઠપ થઈ જશે, જોકે હડતાળમાં સહકારી અને ખાનગી ક્ષેત્રની બેન્કો જોડાઈ નથી. પોસ્ટલકર્મીઓની હડતાળના કારણે મનીઓર્ડર, પોસ્ટલ વાહનો અને રજીસ્ટર્ડ એડી, સ્પીડપોસ્ટ સહિતનાં કામો અટકશે એટલું જ નહીં, લાઈટ-ગેસના બિલ ભરવા, પાસપોર્ટ સેવા, આધારકાર્ડની કામગીરી, પોસ્ટલ બેંકિંગ, પૈસા ઉપાડવા કે જમા કરવા સુધીની તમામ કામગીરી અટકી જશે.
https://www.youtube.com/watch?v=RI6oFwmMhUY&feature=youtu.be
બેન્ક, એલઆઈસી, જીઆઈસી, ફેકટરી મઝદૂરો, રિઝર્વ બેન્ક કર્મચારીઓ, પોસ્ટ, આંગણવાડીના કર્મચારીઓ અને કેન્દ્ર સરકારની અનુદાનિત તેમજ કેન્દ્ર સરકારના સીધા કે પરોક્ષ નિયંત્રણ હેઠળની ફર્મના કર્મચારીઓ પણ જોડાયા હોવાથી જનજીવન પર સીધી અસર પડી છે.
ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું કે સરકાર દ્વિપક્ષીય અને ત્રિપક્ષીય વાટાઘાટને નજરઅંદાજ કરે છે. સાતમા પગારપંચની ત્રુટીઓની પૂર્તિ કરવામાં આવતી નથી. નવી પેન્શન યોજના રદ કરવામાં ભથ્થાંઓ પુનઃ સ્થાપિત કરવા, પેન્શન ફીટમેન્ટ ફોર્મ્યુલા-૧ માટે નિમાયેલી કમીટીનો કોઈ નિષ્કર્ષ આવ્યો નથી.
બેન્ક ઉદ્યોગમાં એકીકરણને કારણે નહીંવત્ તકો થઈ છે. કોમોડીટી બજારમાં સટ્ટાખોરી બંધ કરવી, રોજગારી નિર્માણના નકકર પગલાં લેવાં, શ્રામિક કાયદાઓનો કડક અમલ કરાવવો, તમામ કામદારોને સર્વ સામાન્ય સામાજિક સુરક્ષા પૂરી પાડવી, ઈન્ડેકશેસનની જોગવાઈ સાથે સામાજિક સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવી, જે બધા મુદાઓ સામે મજદૂર સંઘ તેમજ ઓલ ઈન્ડીયા પોસ્ટલ એમ્પ્લોઈઝ યુનિયન પોસ્ટ વિભાગની જુદી જુદી માગણીઓ રજૂ કરીને આ હડતાળને ટેકો જાહેર કર્યો છે.