Site icon Time News

SHASTRA પ્રોજેક્ટ હેઠળ પોલીસની અસરકારક કામગીરી, સવા બે મહિનામાં 5529 ગુના નોંધાયા

ગુજરાત પોલીસે ડેટા ડ્રિવન પોલિસિંગના અભિગમ સાથે રાજ્યમાં શરીર સંબંધી ગુનાઓને નિયંત્રિત કરવા માટે ‘SHASTRA’ (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટની શરૂઆત તા. 16મી ફેબ્રુઆરી, 2025થી કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલા આ પ્રોજેક્ટ હેઠળ ચાર મહાનગરો – અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 33 અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં “Evening Policing” પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

શરીર સંબંધી ગુનાઓ પર અસરકારક અંકુશ લાવવા શરૂ કરાયેલા આ પ્રોજેક્ટના અમલના સવા બે મહિના (16 ફેબ્રુઆરી 2025થી 24 એપ્રિલ 2025) દરમિયાન સાંજે 6થી રાત્રે 12 વાગ્યાના સમયગાળામાં ગુજરાત પોલીસે દારૂ, જુગાર, નશામાં વાહન ચલાવવું તેમજ જીપી એક્ટ ૧૩૫ હેઠળ નોંધપાત્ર કામગીરી કરીને સૌથી વધુ ગુના દાખલ કર્યા છે.

અસરકારક કામગીરીની વિગતો:

SHASTRA પ્રોજેક્ટની વિશેષતાઓ: ગુજરાત પોલીસે ઇ-ગુજકોપ ડેટાના વિશ્લેષણ દ્વારા ચાર મહાનગરોમાં શરીર સંબંધી ગુનાઓના હોટસ્પોટ ચિહ્નિત કર્યા હતા. આ વિશ્લેષણમાં જાણવા મળ્યું કે, રાજ્યમાં બનતા શરીર સંબંધી ગુનાઓમાંથી 25% ગુનાઓ આ ચાર મહાનગરોમાં અને તેમાંથી 45% ગુનાઓ સાંજે 6થી રાત્રે 12 વાગ્યાના સમયગાળામાં બન્યા છે. આને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસે SHASTRA પ્રોજેક્ટ હેઠળ લીધેલા મહત્વના પગલાં:

આ પણ વાંચો, http://pahalgam attack: ‘આતંકવાદીઓ કળિયુગના રાવણ અને કંસ’; પહેલગામની ઘટના મુદ્દે દ્વારકાના શંકરાચાર્યનું નિવેદન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version