ડોક્યુમેન્ટ વગર ગાડી ચલાવશો તો પણ મેમો નહીં ફાડી શકે પોલીસ, જાણો કેમ?
દેશમાં જ્યારથી નવા વ્હીકલ નિયમ અમલમાં આવ્યા છે ત્યારથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં આ નવા કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પણ થયા. જ્યારે કેટલીક રાજય સરકારે કેન્દ્ર સરકારના આ નવા કાયદામાં ફેરફાર કરી રાજ્યમાં અમલીકરણ કર્યું
આ પરિસ્થિતિઓ વચ્ચે હવે વાહન ચાલકો માટે એક સારા સમાચાર આવ્યા છે. જો તમારી પાસે ગાડીના જરૂરી ડોક્યુમેન્ટ નથી તો તમે મેમો ભરવાથી બચી શકો છો. સરકારે આ મુદ્દે હવે નવું સર્ક્યુલર બહાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે નવા મોટર વ્હિકલ એક્ટ હેઠળ કોઇ પણ નિયમોના ઉલ્લંઘન પર દંડની રાશિને બમણી કરવામાં આવી છે.
સરકારના નવા સર્ક્યુલર મુજબ ડ્રાઇવિંગ વખતે તમારી પાસે ગાડીના જરૂરી ડોક્યુમેન્ટ નથી અથવા મોબાઇલ એપ્પ mparivahan થવા ડિઝિલોકરમાં છે અને મોબાઇલ તમારી પાસે નથી તો પણ તમારે મેમો ભરવાની જરૂર નથી. સરકારના નવા સર્ક્યુલર મુજબ ડ્રાઇવર પાસે મોબાઇલ ફોન ન હોવાની સ્થિતિમાં ટ્રાફિક પોલીસ તેમના ડિવાઇસ અથવા મોબાઇલના માધ્યમથી તમારી ગાડીના કાગળ mparivahan અથવા ડિઝિલોકર એપ પર ચેક કરી શકે છે. તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ગાડી નંબરથી પોલીસ તમારી ગાડીના ડોક્યુમેન્ટ તપાસી શકે છે.