કાંકરિયા કાર્નિવલમાં 27 દારૂ પીધેલા લોકોને પોલીસે બ્રેથ એનેલાઇઝરથી પકડ્યા
31 ડિસેમ્બરને આડે હવે 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં પોલીસ દ્વારા સઘન સુરક્ષા વધારવાની સાથે ગેટ પર બ્રિથ એનિલાઇઝર સજ્જ કરવામાં આવ્યા છે. જેમાં બીજા દીવસે જ ગેટ પર એન્ટ્રી વખતે બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કરતા 8 લોકોને દારૂ પીધેલા પકડાયા હતા. આ તમામે પોલીસ સ્ટેશન લઇ ગયા બાદ તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
કોઇ પણ વ્યકિત નશાની હાલતમાં કાંકરિયાની અંદર પ્રવેશી મહિલાની છેડતી કે કોઇ પ્રકારના ધમાલના કરે તેની માટે કાંકરિયા કાર્નિવલમાં કુલ 21 જેટલા બ્રેથ એનેલાઇઝર રાખવામાં આવ્યા છે. કાર્નિવલના બીજા દિવસે ગેટ પર ચેકિંગ દરમિયાન નશાની હાલતમાં કુલ 8 જેટલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં પ્રકાશ બલાઇ, બાલુસિંગ રાજપૂત, ભૈરૂલાલ ગૌરી, કનૈયાલાલ બલાઈ, રમેશ બલાઈ, રામસિંગ ચૌહાણ, રવિભાઈ ગવંન્ડર સહિત 27ને પકડ્યા છે.