Site icon Time News

અમદાવાદના આભૂષણ જ્વેલર્સમાં કરોડોની ચોરીના મામલે પોલીસે માસ્ટરમાઇન્ડ મયુર માળીની ધરપકડ કરી

અમદાવાદના નિકોલ વિસ્તારના આભૂષણ જ્વેલર્સમાં કરોડોની ચોરીના મામલે પોલીસે માસ્ટરમાઇન્ડ મયુર માળીની ધરપકડ કરી છે. અગાઉ ધરપકડ કરાયેલી મહિલા આરોપી હર્ષિદા શેટ્ટીનો પ્રેમી મયુર જ આ ચોરીનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે.બંનેએ સાથે મળીને નવી જિંદગી શરૂ કરવા માટે ૧૧ મેના રોજ ચોરીનો પ્લાન ઘડ્યો હતો.

પરંતુ ચોરી બાદ હોટલમાં હર્ષિદા નહાવા ગઈ ત્યારે મયુરે તેની સાથે દગો કરી સોનું લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે મયુર પાસેથી 16 લાખ અને અગાઉ પોલીસે હર્ષિદા પાસેથી 22 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. બાકીના સોનાની શોધખોળ જારી છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://વિદેશથી પાછા ફર્યા પછી તરત જ પીએમ મોદીની મહત્વપૂર્ણ બેઠક; બધા મંત્રીઓને દિલ્હીમાં જ રહેવાની સૂચના

Exit mobile version