GujaratTechnology

LIVE : વડાપ્રધાન મોદીના હસ્તે ડિફેન્સ એક્સ્પોનું ઉદ્ઘાટન,ભારતની આફ્રિકન દેશો સાથે મિત્રતા વધુ મજબૂત બની

ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ચૂંટણીના વર્ષમાં પીએમ મોદી આ મહિનામાં ગુજરાતની આ બીજી મુલાકાતે આવ્યા છે. આ બે દિવસમાં PM નરેન્દ્ર મોદી ગુજરાતને 15 હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી દિવાળી પહેલાં જનતાને ભેટ આપશે. વડાપ્રધાને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સપો-22નું ઉદ્ઘાટન કર્યું છે. તેઓ બપોરે 12 વાગ્યે અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરશે. તેઓ બપોરે 3:15 કલાકે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

મહાત્મા મંદિરથી વડાપ્રધાનના સંબોધનના મુખ્ય અંશો


વડાપ્રધાને તમામ મહેમાનોનું સ્વાગત કર્યું,ડિફેન્સ એક્સપોથી નવી કરોનું સર્જન,આ વખતે એક્સપોમાં માત્ર મેડઇન ઇન્ડિયાના જ ઉપકરણો,પહેલીવાર 450થી વધુ MOU સાઇન,
મને ખુશી છે કે ભારત નવા ભવિષ્યનું સર્જન કરી રહ્યું છે,
સરદાર પટેલની ધરતી પરથી આપણા સમર્થ્યનું પ્રદર્શન છે,
આફ્રિકાથી આવેલા મહેમાનોને કહું છું કે તમે જે ધરતી પર આવ્યા છે એનો આફ્રિકા સાથે ગાઢ સંબંધ છે,
આફિકામાં પહેલી ટ્રેન ચાલી હતી તેમાં કચ્છથી લોકો આફ્રિકા ગયા હતા,
આજે આફ્રિકામાં જઇએ તો બધી દુકાનો સેમ છે, કારણ કે ત્યાં મોટા પ્રમાણાં ગુજરાતીઓ છે,
મહાત્મા ગાંધીની પહેલી કર્મભૂમી આફ્રિકા હતી.


કોરોનાકાળમાં વેક્સિનને લઇને દુનિયા મુશ્કેલીમાં હતી ત્યારે ભારતે આફ્રિકાને દવા આપી હતી: વડાપ્રધાન મોદી​​​​​​​મહાત્મા મંદિરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને યજમાન બનાવવા બદલ વડાપ્રધાન અને રક્ષા મંત્રીનો આભાર. ડિફેન્સ ક્ષેત્રમાં પ્રશિક્ષણ આપનાર ગુજરાત પહેલું રાજ્ય છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીથી યુવાનોને એક નવી દિશા મળી છે. ફોરેન્સીક ક્ષેત્રમાં રીસર્ચ માટેનું સેન્ટર પણ કાર્યરત થયું છે. ડિફેન્સ પેવેલિયનને પીએમ મોદીએ પ્રોત્સાહિત કર્યું છે. એરો સ્પેસ માટે ગુજરાતના ઘણા MSME કામ કરી રહ્યા છીએ. ગુજરાત સંવેદન શીલ રાજ્ય છે, ત્યારે 935 કરોડના ખર્ચે ડીસામાં એર ફિલ્ડનું પીએમ મોદી ભૂમિ પૂજન કરશે. એર સ્પેસ અને ડિફેન્સ ઉત્પાદન માટે ગુજરાતે પહેલ કરી છે. ડિફેન્સ પોલિસી બનાવનાર ગુજરાત પહેલું રાજ્ય છે.

ડિફેન્સ પોલિસી બનાવનાર ગુજરાત પહેલું રાજ્ય: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ


મહાત્મા મંદિરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને યજમાન બનાવવા બદલ વડાપ્રધાન અને રક્ષા મંત્રીનો આભાર. ડિફેન્સ ક્ષેત્રમાં પ્રશિક્ષણ આપનાર ગુજરાત પહેલું રાજ્ય છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીથી યુવાનોને એક નવી દિશા મળી છે. ફોરેન્સીક ક્ષેત્રમાં રીસર્ચ માટેનું સેન્ટર પણ કાર્યરત થયું છે. ડિફેન્સ પેવેલિયનને પીએમ મોદીએ પ્રોત્સાહિત કર્યું છે. એરો સ્પેસ માટે ગુજરાતના ઘણા MSME કામ કરી રહ્યા છીએ. ગુજરાત સંવેદન શીલ રાજ્ય છે, ત્યારે 935 કરોડના ખર્ચે ડીસામાં એર ફિલ્ડનું પીએમ મોદી ભૂમિ પૂજન કરશે. એર સ્પેસ અને ડિફેન્સ ઉત્પાદન માટે ગુજરાતે પહેલ કરી છે. ડિફેન્સ પોલિસી બનાવનાર ગુજરાત પહેલું રાજ્ય છે.


ગાંધીનગરમાં એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પોની મંગળવારથી શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોની હાજરીમાં આજે ડિફેન્સ એક્સ્પોનું લોકાર્પણ કરાયું છે. સાંજે 7 વાગ્યા પછી હોટેલ લીલા પાસે ભવ્ય ડ્રોન શો યોજાશે, જેમાં 1200થી વધુ ડ્રોન અવનવી આકૃતિઓ તૈયાર કરશે, જેમાં ભારતના નકશા સહિતની આકૃતિઓ તૈયાર કરાશે. લોકો 22 સુધી એક્સ્પો નીહાળી શકશે.

મહાત્મા મંદિર થતા એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સ્પોના કાર્યક્રમો છે. ત્યારે મહાનુભાવોને વધુ ચાલવું ન પડે તે માટે 100 જેટલી ગોલ્ફકાર્ટ લવાઈ છે. જેમાં અંદાજે 30 જેટલી મહાત્મા મંદિર ખાતે 70 જેટલી ગોલ્ફકાર્ટ એક્ઝિબિશન સેન્ટર ખાતે મુકાઈ હતી.

તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોજી બપોરે સવા ત્રણ વાગ્યે જૂનાગઢમાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ કરશે, જ્યાં વિશાળ જનસભાને પણ તેઓ સંબોધવાના છે. જૂનાગઢ બાદ તેઓ રાજકોટના પ્રવાસે પહોંચશે, જ્યાં રાજકોટ એરપોર્ટથી રેસકોર્સ સુધી વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. રોડ શો બાદ તેઓ રાજકોટમાં ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ-2022નું ઉદઘાટન કરશે, સાથે જ ઈશ્વરિયામાં સાયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ અને લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થીઓને આવાસની ફાળવણી ઉપરાંત ફ્લાય ઓવરબ્રિજ અને રોડ રસ્તાના વિકાસકાર્યોની સૌરાષ્ટ્રને ભેટ આપશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button