PM મોદીને હાઉડીમાં પીરસવામાં આવશે આ વાનગી, નામ સાંભળીને મોંમાં આવશે પાણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં અમેરિકા પ્રવાસ પર હ્યૂસ્ટનમાં થનારા કાર્યક્રમ Howdy મોદીની દુનિયાભરમાં ચર્ચા છે. હાઉડી મોદી કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમોથી થઈ ચુકી છે. ટેક્સાસનાં શહેર હ્યૂટનમાં હાઉડી મોદી પ્રોગ્રામમાં પીએમ મોદી અમેરિકામાં રહેનારા 50 હજાર ભારતીય-અમેરિકીઓને સંબોધિત કરશે. ટ્રમ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, તેમના ભાષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો વિશે તમે ઘણું જાણતા હશો, પરંતુ હવે તમારે આ જાણવું જોઇએ કે પીએમ મોદીનાં ભોજનમાં કઇ થાળી હશે.
અમેરિકામાં આ પ્રધાનમંત્રી મોદીનો સૌથી મોટો પ્રોગ્રામ છે. સમગ્ર દુનિયામાં હલચલ મચી ગઈ છે. દેશથી લઇને વિદેશો સુધી Howdy Modi કાર્યક્રમની ચર્ચા છે. કહેવામાં આવી રહ્યું છે કે પોપ પછી કોઇ પણ નેતા માટે આટલો મોટો કાર્યક્રમ અમેરિકામાં નથી થયો. તો આવો એ જાણીએ કે આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીનાં ભોજન માટે શું શું વ્યવસ્થતાઓ છે. કોણ મોદી માટે સ્વાદિષ્ટ થાળી તૈયાર કરવામાં લાગ્યું છે?
અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી માટે જે સ્પેશિયલ થાળી પીરસવામાં આવશે, તેમાં મોટાભાગે તેમની પસંદનાં ગુજરાતી ભોજન હશે. આ થાળીમાં મેથી થેપલા, ખાંડવી, સમોસા, દાળ-ભાત, ગાજર હલવા, રસમલાઈ, ગુલાબ જાંબુ, કચોરી, ફુદીનાની ચટણી અને ખિચડી પીરસવામાં આવતી. એટલું જ નહીં, આ શાહી થાળીને તૈયાર કરવામાં કળા અને સ્વાદને લઇને પણ સાવધાની રાખવામાં આવી છે.