PM મોદી 2 દિવસીય રશિયાના પ્રવાસે, કર્યા આ મોટા કરારો
રશિયા અને ભારતની દોસ્તીમાં બુધવારનાં એક નવો અધ્યાય શરૂ થયો. રશિયાનાં બે દિવસનાં પ્રવાસ પર ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હાજરીમાં બંને દેશોની વચ્ચે સંરક્ષણને લઇને અવકાશયાન સુધીનાં 13 મોટા કરારો થયા. રશિયાનાં પૉર્ટ ટાઉન વ્લાદિવોસ્તોકમાં રશિયા અને ભારતનાં ડેલિગેશનની વચ્ચે 20માં રાષ્ટ્રિય સંમેલન બાદ બંને દેશોએ સંરક્ષણ, ટેકનોલોજી, એનર્જીથી લઇને સ્પેસ મિશન સુધી મહત્વનાં કરારો કર્યા.
રશિયાએ પ્રધાનમંત્રી મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક સમ્માન ‘ઑર્ડર ઑફ સેંટ એન્ડ્રુ ધ અપોસ્ટલ’ આપવાની જાહેરાત કરી. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, “સ્પેસમાં આપણો લાંબો સહયોગ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. ગગનયાન એટલે કે ભારતીય હ્યુમન સ્પેસ ફ્લાઇટ માટે ભારતનાં એસ્ટ્રોનૉટ્સ રશિયામાં ટ્રેનિંગ લેશે.”
લગભગ બે કલાક ચાલેલા આ સંમેલનમાં બંને દેશોનાં પ્રતિનિધિઓની વચ્ચે ઘણા વિષયો પર ચર્ચા થઈ. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કરીને કહ્યું કે, ‘તેલ અને ગેસ, ખનન, સંરક્ષણ અને સુરક્ષા, હવાઈ અને સમુદ્રી કનેક્ટિવિટી, ન્યૂક્લિયર એનર્જી, ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેપાર અને રોકાણ સંબંધી વિષયો પર વાત થઈ. પ્રધાનમંત્રીએ અલગ અલગ ક્ષેત્રોમાં ભારત અને રશિયાની ભાગેદારીની ચર્ચા કરતા કહ્યું કે આજે આપણી વચ્ચે ડિફેન્સ, ન્યૂક્લિયર એનર્જી, સ્પેસ, બિઝનેસ ટુ બિઝનેસ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાની સહમતિ બની છે.’
બંને દેશોની વચ્ચે થયેલા કરારોની જાણકારી આપતા પીએમ મોદીએ કહ્યું કે, “સંરક્ષણ ક્ષેત્રમાં રશિયન ઉપકરણોનાં સ્પેયર પાર્ટ્સ બંને દેશોનાં જૉઇન્ટ વેંચચ દ્વારા બનાવવા પર આજે થયેલો કરાર ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપશે. ભારત અને રશિયા એક મલ્ટિપોલર દુનિયાનાં મહત્વને સમજે છે. આપણે બ્રિક્સ અને એસસીઓ જેવા ઘણા વૈશ્વિક મંચો પર એક સાથે કામ કરી રહ્યા છીએ.”
પીએમ મોદીએ કહ્યું કે, “ભારત અને રશિયાની વચ્ચે ફક્ત રાજધાનીઓ સુધી જ સંબંધ નથી. અમે આ સંબંધમાં કેન્દ્રમાં લાખો લોકોને રાખ્યા છે. ચેન્નઈ અને વ્લાદિવોસ્તોકની વચ્ચે એક સમુદ્રી રૂટ તૈયાર કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.” પીએમ મોદીએ કહ્યું કે, બંને દેશ કોઇ પણ દેશનાં આંતરિક મુદ્દામાં દખલ કરવાની વિરુદ્ધ છે.
ભારતનાં એન-એનર્જી ગ્લોબલ લિમિટેડ અને રશિયાનાં નોવાટેકે ભારત અને અન્ય બજારોમાં એલએનજીની પુરવઠા માટે એક કરાર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે શિખર વાર્તા માટે અહીં પહોંચ્યાનાં કેટલાક કલાક બાદ જ આ કરારની જાહેરાત કરવામાં આવી. કરાર અંતર્ગત નોવોટેક ભારત, બાંગ્લાદેશ અને અન્ય બજારોમાં એલએનજીનાં વેચાણ માટે ભવિષ્યનાં એલએનજી ટર્મિનલ અને સંયુક્ત ઉદ્યોગનાં સર્જનમાં રોકાણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુતિનને પોતાના અભિન્ન મિત્ર ગણાવતા કહ્યું કે, “ઈસ્ટર્ન ઇકૉનોમિક ફૉરમ માટે તેમના દ્વારા મળેલું નિમંત્રણ ઘણા સમ્માનનો વિષય છે. બંને દેશોનાં સહયોગને નવા સ્તરે પહોંચાડવા માટે આ એક ઐતિહાસિક અવસર છે.” પીએમે કહ્યું કે, “આજની અમારી મુલાકાત મહત્વપૂર્ણ છે અને તેનું ઐતિહાસિક મહત્વ પણ છે. બંને દેશો વચ્ચે 20મું વાર્ષિક સંમેલન છે.”