સુરતના હજીરામાં પીએમ મોદીએ હોવિત્જર તોપમાં બેસીને કર્યું નિરીક્ષણ
ભારતીય સેનાની તાકાતમાં વધારો કરવા આજે વડાપ્રધાન મોદી આર્મીને K-9 વજ્ર ટેન્ક સમર્પિત કરી છે.ભારતની પહેલી ખાનગી ક્ષેત્રની હથિયારો બનાવતી કંપનીના કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. મેઇક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી આ ટેન્ક તૈયાર કરવામાં આવી છે. વડાપ્રધાને એલ એન્ડ ટી પ્લાન્ટની પણ મુલાકાત લઈને નિર્માણની કામગીરી નિહાળી હતી.બાદમાં ટેન્કમાં બેસીને ટેન્કની બનાવટ નિહાળી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજીરાની એલ એન્ડ ટી કંપનીના પ્લાન્ટમાં નિર્મિત થયેલી તોપનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ બારીકાઈપૂર્વકની માહિતી મેળવી હતી. એલ એન્ડ ટીના કર્મચારીઓએ વડાપ્રધાનને તોપ અને તેની વિશેષતા વિષે માહિતી આપી હતી.
આ ટેન્કને સેલ્ફ પ્રોપેલ્ડ હોવિટઝર ગન પણ કહેવાય છે.બોફોર્સ ટેન્કને પણ ટક્કર મારે તેવી આ ટેન્ક છે . આ ટેન્ક 40 કિમીથી લઈને 52 કિમી સુધીની મારક ક્ષમતા ધરાવે છે. K-9 15 સેકન્ડની અંદર 3 સેલ છોડી શકે છે.કંપની આવી 100 ટેન્ક બનાવવાની છે. જેમાં 90 સુરતમાં અને 10 પુણેમાં તૈયાર થશે. કે-9 આર્મડ ડિવિઝન માટે બનાવવામાં આવી છે. જે ભારતીય સેનાની સ્ટ્રાઇક કોરનો ભાગ છે. 1,2 અને 21 કોર ભારતીય સેનાની ત્રણ સ્ટ્રાઇક કોર છે. જેની જવાબદારી પાકિસ્તાનથી લાગેલી પશ્રિમી સીમા છે. જ્યારે 17મી કોર રાંચીમાં છે તેની જવાબદારી ચીનની સીમા છે. વજ્રની સાથે 3 લોકોની એક ક્રુ હશે. જેમાં કોમ્પ્યુટર સ્ક્રીન પર બતાવાશે કે કયાં, કેવી રીતે અને ક્યારે ફાયર કરવાનું છે. વજ્ર ક-9ને લઇ 4366 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ ભારતની 18 રેજિમેન્ટ્સથી લઇ તેને 50 વર્ષ જુની 105 એમએમ એબોટને રિપ્લેસ કરવા માટે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ K-9 વજ્ર ટેન્કમાં બેસીને માહિતી મળેવી હતી. એલ એન્ડ ટીના પરિસરમાં નરેન્દ્ર મોદીએ ટેન્કમાં બેસીને ટેન્કમાં પરિવહન કર્યું હતું. સાથે જ ટેન્કની ખાસિયત અંગે ટેન્કમાં અંદર જઈને નિરીક્ષણ કર્યું હતું.