Site icon Time News

સોમનાથમાં મોદીએ ભોળાનાથની પૂજા શરૂ કરી:શૌર્યયાત્રામાં ડમરું વગાડ્યું

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ચાલી રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વના બીજા દિવસ છે. PM મોદી સવારે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી રહ્યા છે.

Oplus_131072

અને ત્યારબાદ પીએમ મોદી શંખ સર્કલ પહોંચશે. શંખ સર્કલથી શૌર્યયાત્રામાં 2 કિમીનો રોડ શો કરીને સદભાવના ગ્રાઉન્ડ સભા સ્થળ સુધી પહોંચશે. શોર્યના પ્રતીક સમાન 108 તાલીમબદ્ધ અશ્વો સાથે યોજાનારી આ શોર્ય યાત્રા ભારતના શૌર્ય, પરંપરા અને સંસ્કૃતિનું ભવ્ય પ્રતિક બનશે જે સોમનાથના ઇતિહાસમાં એક યાદગાર અધ્યાય ઉમેરશે.

શૌર્યયાત્રા કરીને પીએમ મોદી સદભાવના ગ્રાઉન્ડ પહોંચશે. સદભાવના ગ્રાઉન્ડમાં PM મોદી સભાને સંબોધશે. ત્યારબાદ પીએમ મોદી 12:45 કલાકે સોમનાથથી રાજકોટ જવા રવાના થશે.

Exit mobile version