આઝાદીનો અમૃત મહોત્સવ : PM મોદીએ દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું, સત્યાગ્રહીઓ 390 કિ.મી પગપાળા પહોંચશે દાંડી

ક્રિમ કલરનો ઝભ્ભો અને ખાદીના ખેસ સાથે PM મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા

ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. પીએમ મોદી સાબરમતી આશ્રમ પહોંચી ગયા છે. તેઓ ક્રિમ કલરનો ઝભ્ભો અને ખાદીના ખેસમાં આવ્યા હતા. તેમણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. તેઓ બપોરે 12.15 સુધી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે. બે કલાકના રોકાણ બાદ તેઓ દિલ્હી જવા પ્રયાણ કરશે.

અમદાવાદમાં અમૃત મહોત્સવની શરૂઆતમાં પીએમ મોદીએ વેદોના શ્લોકને ટાંકીને કહ્યું આ મહોત્સવ સ્વરાજના સપનાને સાકાર કરવાનો મહોત્સવ છે. પીએમ મોદીએ કહ્યું હું બાપુના ચરણોમાં શ્રદ્ધા-સુમન અર્પિત કરું છું, વીર જવાનોને પણ નમન કરું છું

આઝાદીનો આ અમૃતમહોત્સવ નવી પેઢી માટે અમૃત છે
 PM મોદીએ જણાવ્યું હતુ કે,  આઝાદીનો અમૃતમહોત્સવ એટલે આત્મનિર્ભરતાનો મહોત્સવ.  ભારતમાં મીઠું એટલે વિશ્વાસનું પ્રતીક, મીઠુ શ્રમ અને સમાનતાનું પ્રતિક છે. અંગ્રેજોએ મીઠા પર કર નાખ્યો અને આપણી આત્મનિર્ભરતકા પર ઘા કર્યો હતો. ઐતિહાસિક દાંડીયાત્રાએ જનજનને એક સાથે જોડી દીધા હતા. 

PM મોદીની મહત્વની વાત

15 ઓગસ્ટ 2023 સુધી અમૃતમહોત્સવ ચાલશે. આઝાદીના અમૃત મહોત્સવનો આજે પ્રથમ દિવસ છે. એક રાષ્ટ્રરૂપે એક પવિત્ર અવસર છે. આજે આપણે ઇતિહાસનો ભાગ બની રહ્યાં છીએ. દેશની આઝાદીના લડવૈયાઓના ચરણોમાં નમન કરૂ છું. 75 વર્ષમાં દેશના વિકાસ કરનાર લોકોને નમન કરૂ છું. ગુલામીના કલ્પના જ કંપાવી જાય છે. દેશની આઝાદીના લડવૈયાઓના ચરણોમાં નમન કરૂ છું

આઝાદીના અમૃત મહોત્સવ’માં પીએમ મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માને કર્યા યાદ, કહ્યું વર્ષ 2003માં હું તેમની અસ્થિઓને મારા ખભા પર લઈ આવ્યો 

Exit mobile version