PM મોદીએ કહ્યું- જે આગ તમારા દિલમાં છે, તે મારા દિલમાં પણ છે
પુલવામાં હુમલા બાદ દેશમાં આક્રોશનો માહોલ છે અને લોકોમાં ગુસ્સો છે. આ સ્થિતિમાં વડા પ્રધાન મોદીએ રવિવારે બિહારના બરૌનીમાં એક સભાનું સંબોધન કરતા જણાવ્યું હતું કે જે આગ તમારા દિલમાં છે, એ જ આગ મારા દિલમાં પણ છે.
બરૌનીથી પટના મેટ્રોનું ઉદ્ઘઘાટન કરતા તેમણે જણાવ્યું, “ જે આગ તમારા દિલમાં છે, એ જ આગ મારા દિલમાં પણ છે, હું તમારા જેટલો જ દુઃખી છું. હું અનુભવ કરી શકું છું કે દેશવાસીઓના દિલમાં કેટલી આગ છે. ”
વડા પ્રધાન મોદીએ પોતાના ભાષણમાં બિહારના શહીદ સંજય કુમાર સિન્હા અને ભાગલપુરના રતન કુમાર ઠાકુરના યાદ કરી અને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમમે જનનાયક કર્પુરી ઠાકુર અને બેગુસરાયના સાંસ ભોલા ઠાકુરને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે હું પટનાવાસીઓને અભિનંદ ન આપું છું કારણ કે પાટલી પુત્ર હવે મેટ્રોથી જોડાવાનું છે. 13 હજાર કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર આ યોજના ભવિષ્યની જરુરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહી છે.