પીએમ મોદીએ કરી સાઉદીના ક્રાઉન પ્રિન્સ સલમાન સાથે મુલાકાત
સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સઉદનું બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરાયું. આ દરમિયાન તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સલમાન વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરશે. ભારત અને સાઉદી અરબ વચ્ચે પાંચ સમજૂતી પર હસ્તાક્ષર થઈ શકે છે. સલમાન ભારતમાં 30 કલાક રહેશે. તેઓ મંગળવારે રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા. મોદીએ પ્રોટોકોલ તોડીને તેમનું સ્વાગત કર્યું હતું. બંને દેશ વચ્ચે સુરક્ષા, સહયોગ અને નેવીના અભ્યાસ સહિતના મુદ્દે ચર્ચા થશે.
નોંધનીય છે કે, ભારત માટે સાઉદી અરબ ખૂબ મહત્વના પાર્ટનર છે. ભારતમાં વપરાતા ક્રૂડ ઓઈલ અને એલપીજીની મોટાભાગની વપરાશ સાઉદી અરબ જ પૂરી કરે છે. સાઉદી અરબ તરફથી ભારતની 17 ટકા ક્રૂડ ઓઈલની ડિમાન્ડ અને 32 ટકા એલપીજીની ડિમાન્ડ પૂરી કરવામાં આવે છે. ક્રાઉન પ્રિન્સની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે મહત્વના સમજૂતી કરાર થવાની શક્યતા છે.