અમદાવાદ

વાઇબ્રન્ટ સમિટના નામે પીએમ મોદીનો પ્રચાર, નમો મર્ચાન્ડાઇઝના સ્ટોલ લાગ્યા

મહાત્મા મંદિરમાં આજથી શરૂ થયેલી નવમી વાઇબ્રન્ટ સમિટમાં ઠેરઠેર નરેન્દ્ર મોદીનો 2019નો ચૂંટણી પ્રચાર શરૂ થયો હોય તેવો માહોલ દેખાઇ રહ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મૂડીરોકાણકારો કે ગુજરાતની વિવિધ એજન્સીઓના બદલે નરેન્દ્ર મોદીના સ્ટોલ લાગેલા છે જેમાં એક સ્ટોલ મોદી મર્ચન્ડાઈજ નામનો લાગ્યો છે.

નરેન્દ્ર મોદીના માસ્કથી માંડીને મોદી ટી-શર્ટ વેચાય છે. તો બાજુમાં લાગેલા એક સ્ટોરમાં મોદી કુર્તાની બોલબાલા છે. આ ઉપરાંત એક એવો અનોખો સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે જેમાં પિક્ચર વિથ મોદીનો સ્ટોર રાખવામાં આવ્યો છે. જેમાં મોદીના ફોટા સાથે તમારો ફોટો પડાવો અને ઈ-મેલ દ્વારા તમને મોદી સાથેનો ફોટો મોકલવામાં આવશે. આમ એકંદરે 2019ની વાઇબ્રન્ટ સમિટ નરેન્દ્ર મોદીના પ્રચારની સમિટ દેખાઇ રહી છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આયોજન તો ગુજરાત સરકારનું છે. પણ તેમાં લોકસભાની ચૂંટણીના પ્રચારના રંગ પણ જોવા મળ્યા. અહીં એક નમો મર્ચન્ટાઈઝ નામથી એક સ્ટોલ છે. જેમાં પીએમ મોદીનો આડકતરો પ્રચાર થઈ રહ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. આ સ્ટોલમાં એક દેશ એક અવાજ, નમો ફીર એકબાર જેવા સૂત્રો સાથેની જર્સી, ટીશર્ટ મુકવામાં આવી છે. તો સાથે પેન, સહિતની સ્ટેશનરી, વોલ ક્લોક જેવી વસ્તુઓમાં પણ આવા સુત્રો સાથે મુકવામાં આવી છે. પીએમ મોદીના માસ્ક પણ મુકવામાં આવ્યા છે.

 

 

 

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button