પશ્ચિમ બંગાળ સરકાર પર પીએમ મોદીનો આકરો પ્રહાર, બંગાળીમાં કરી ભાષણની શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચી ગયા છે. અહીં તેમણે ઠાકુરનગરના મટુઆમાં પહેલી રેલી સંબોધી છે. અહીં મોદીએ બંગાળી ભાષામાં તેમના ભાષણની શરૂઆત કરી છે.વડાપ્રધાન મોદીની રેલીમાં અપેક્ષા કરતાં વધારે ભીડ જોવા મળી હતી. ભાષણની શરૂઆતમાં જ મોદીએ ભીડ તરફ ઈશારો કરતાં કહ્યું હતું કે, આ દ્રશ્ય જોઈને મને હવે સમજાય છે કે, મમતા દીદી હિંસા પર કેમ ઉતરી આવી છે.
પીએમએ ઠાકુરપુરમાં મટુઆ સમુદાયના કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન મોદીએ કહ્યું કે, બજેટ તો એક શરૂઆત છે, ચૂંટણી પછી સંપૂર્ણ બજેટ આવશે ત્યારે ખેડૂતો, યુવકો અને કર્મચારી વર્ગની સ્થિતિ વધારે સારી થઈ જશે. નાગરિકતા કાયદાનું સમર્થન કરો- મોદી વડાપ્રધાને કહ્યું કે, અત્યાચાર બાદ લોકોએ તેમના દેશ અફગાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશને છોડીને ભારતમાં આવવુ પડ્યુ છે. ક્યારેક હિન્દુઓને આવવુ પડ્યુ, તો ક્યારેક શીખ આ ઉપરાંત ઘણા બધા સમુદાયના લોકોએ આવવુ પડ્યુ છે. સમાજનાં આવા લોકોને હિન્દુસ્તાનમાં રહેવાનો અધિકાર મળવો જોઈએ. જેથી અમે નાગરિકતાનો કાયદો લાવ્યા હતા. તમારે આ કાયદાનું સમર્થન કરવુ જોઈએ, આ લોકોને તેમનો અધિકાર મળવો જોઈએ.
મોદીએ કહ્યું, કાલે બજેટમાં જે જાહેરાત કરવામાં આવી છે તેનાથી દેશના 12 કરોડથી વધારે નાના ખેડૂત પરિવારોને, 30-40 કરોડ શ્રમિકો, મજૂર ભાઈ-બહેનો અને 3 કરોડથી વધારે મધ્યમવર્ગના પરિવારને સીધો ફાયદો મળશે. ધિરાણ માફીના નામે ખેડૂતો સાથે દગો કરવામાં આવ્યો છે- મોદીમોદીએ કહ્યું કે, આપણાં દેશમાં ખેડૂતોના દેવા માફ કરીને તેમને દગો આપવામાનું કામ થયું છે. સ્વાર્થી પક્ષ ખેડૂતોનું કઈ જ ભલુ નથી કરી રહ્યા. તમે જોયું હશે કે, હમણાં જ ખેડૂતોના ધિરાણ માફ કરવાના બહાને અમુક રાજ્યોમાં વોટ માંગવામાં આવ્યા છે. હવે એવા ખેડૂતોના દેવામાં માફ કરવામાં આવી રહ્યા છે જેમણે કદી ધિરાણ લીધુ જ નથી. અમુક ખેડૂતોનું ધિરાણ 13 રૂપિયા માફ કરવામાં આવ્યું છે. આ બધુ મધ્યપ્રદેશમાં થઈ રહ્યું છે. રાજસ્થાનમાં સરકારમાં બેઠેલા લોકો કહે છે કે, અમને ખબર જ નહતી કે ધિરાણ માફ કરવું આટલું મુશ્કેલ છે. કર્ણાટકમાં ખેડૂતોની પાછળ પોલીસ લગાવવામાં આવી છે.
મોદી ઉત્તર પરગણાના ઠાકુરનગરમાં રેલી કરવાના છે. અહીં મટુઆ સમુદાયના લોકો મોટી સંખ્યામાં છે. આ લોકો 1950ના દાયકામાં પૂર્વ પાકિસ્તાનથી આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં મટુઆ સમુદાયની વસતી અંદાજે 30 લાખ છે. ઉત્તર અને દક્ષિણ 24 પરગણા જિલ્લાની 5 લોકસભા સીટ પર તેની અસર છે. જ્યારે દુર્ગાપુર રેલી ભાજપના ગણતંત્ર બચાવો કાર્યક્રમનો ભાગ બનશે. દુર્ગાપુર, આસનસોલ લોકસભા સીટ નજીક છે. આસનસોલથી કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો સાંસદ છે.