કાશ્મીર પંડિત, શિખ અને વોહરા સમુદાયથી મળ્યા PM મોદી, આર્ટિકલ 370-કરતાપુર પર માન્યો આભાર
યુએસ પ્રવાસ પર પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીય સમુદાયના લોકોએ જોરદાર સ્વાગત કર્યું હતું. ‘હાઉડી મોદી’ કાર્યક્રમ પૂર્વે શીખ સમુદાય, કાશ્મીરી પંડિતો અને વ્હોરા સમાજના લોકો પીએમ મોદીને મળ્યા હતા. એક તરફ કાશ્મીરમાંથી આર્ટિકલ 37૦ હટાવવા બદલ શીખ સમુદાયે વડા પ્રધાનની પ્રશંસા કરી હતી અને બીજી તરફ કરતારપુર કોરિડોર બદલ તેમનો આભાર માન્યો હતો.
પીએમ સાથેની બેઠક દરમિયાન શીખ સમુદાયના લોકોએ એક મેમોરેન્ડમ પણ આપ્યો હતો. જેમા તેમણે 1984 ના શીખ વિરોધી રમખાણો, ભારતીય બંધારણની કલમ 25 અને આનંદ મેરેજ એક્ટ, વિઝા અને પાસપોર્ટ જેવા મુદ્દા ઉભા ઉઠાવ્યા છે. આ સિવાય દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું નામ બદલીને ગુરુ નાનક દેવ આંતરરાષ્ટ્રીય વિમાનમથક કરવાની માંગ કરી છે.
કેલિફોર્નિયાના અરવિનના હાલના કમિશનર અરવિંદ ચાવલાએ કહ્યું હતું કે ‘અમે મોદીને એક મેમોરેન્ડમ આપ્યો છે. મોદીજીએ શીખ સમુદાય માટે જે કર્યું છે તેના માટે આભાર માનીએ છીએ.. અમે કરતારપુર કોરિડોર માટે આભાર વ્યક્ત કર્યો છે. હાઉડી મોદી શોમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ આવી રહ્યા છે. જેનાથી જોવા મળે છે કે પીએમ મોદી કેટલા મહત્વપૂર્ણ નેતા છે.
કાશ્મીરી પંડિતે હાથ પર કરી કિસ
પીએમ નરેન્દ્ર મોદીએ કાશ્મીરી પંડિતોના એક પ્રતિનિધિ મંડળ સાથે પણ મુલાકાત કરી. આ દરમિયાન કાશ્મીરી પંડિત ખૂબ ભાવૂક નજરે પડ્યા. કાશ્મીરથી આર્ટિકલ 370ને બિનઅસરકારક કરવા માટે ખુશ એક સદસ્યએ પીએમના હાથ પર કિસ કરી. 7 લાખ કાશ્મીરી પંડિતો તરફથી તમારો આભાર..પીએમ તેમની સ્થિતિ વિશે પૂછતા કહ્યું કે તમે જે મુશ્કેલી સહન કરી છે તે ઓછી નથી.’