National

PM મોદીએ ખેડૂતોના ખાતામાં જમા કર્યાં 20,000 કરોડ, ફટાફટ કરી લેજો ચેક

પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી છે. પીએમ તરીકે ત્રીજી વાર શપથ લીધાં બાદ મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાંથી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડ્યો અને ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ ટ્રાન્સફર કર્યાં હતા. એક ક્લિક કરતાં આટલી મોટી રકમ લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા થઈ ગઈ હતી.

પ્રધાનમંત્રી મોદીએ જારી કરેલા કિસાન સન્માન નિધિના 17મા હપ્તાનો લાભ 9 કરોડથી વધુ ખેડૂતોને મળવાનો છે.

ત્રીજી વાર પીએમ બન્યાં બાદ મોદીએ પહેલી વાર ખેડૂતોને મોટી ભેટ આપતાં કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડ્યો છે.

જો કોઈ લાભાર્થીના ખાતામાં પૈસા ન આવ્યાં હોય તો તેઓ ટ્રોલ ફી નંબર 155261, 1800115526 અથવા 01123381092 પર કોલ કરી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button