PUBG ટૂર્નામેન્ટ રમો અને જીતો 30 લાખનું ઇનામ, આ રીતે લો ભાગ
પબજી મોબાઈલ ગેમિંગની દીવાનગી હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. દુનિયાના કેટલાક શહેરોમાં પબજી ટૂર્નામેન્ટ યોજાઈ રહી છે. લોકો આ ટૂર્નામેન્ટમાં ખુબજ પૈસા કમાઈ રહ્યા છે. ભારતમાં પણ આવી ચેમ્પિયનશીપની શરૂઆત થઈ ચુકી છે. આ પહેલા પબજીમાં ભારતમાં ગેમિંગની શરૂઆત થઈ ચુકી હતી અને 50 લાખ સુધીના ઈનામ વેચવામાં આવ્યા હતા.
આ વખતે ચીનની સ્માર્ટફોન મેકર ઓપો અને પબજીની પેરેન્ટ કંપની ટૈંસેટની પાર્ટનરશિપ છે. જેમાં OPPO PUBG Mobile India Series 2019 શરૂ કરવામાં આવેલ છે, આ ભારતના તમામ પબજી મોબાઈલ પ્લેયર્સને માટે છે. જો તમે પબજી રમો છો તો આમાં ભાગ લઈ શકો છો. આપને જણાવી દઈએ કે કંપની 1 કરોડ રૂપિયા ઈનામમાં આપશે. જેમાં કેશ અને ઓપોના સ્માર્ટફોન્સનો સમાવેશ થાય છે.
આ સિરીઝ જીતનાર ખેલાડીને 30 લાખની રોકડ રકમ ઈનામમાં આપવામાં આવશે. બીજુ ઈનામ 10 લાખ તેમજ ત્રીજુ ઈનામ 5 લાખ રૂપિયા છે. આ સીરિઝની ગ્રાન્ડ ફિનાલે 10માર્ચે યોજાશે. આ દરમિયાન 20 સ્ક્વોડ એક બીજા સાથે ટકરાશે અને જીતનારને નંબર 1નું ઈનામ આપવામાં આવશે.
અલગ અલગ કેટગરીમાં ઈનામ પણ અલગ અલગ મળશે. બેસ્ટ પ્લેયર્સની કેટેગરીના હિસાબે 50,000 રૂપિયાનો રિવોર્ડ મળશે.
આ છે કેટેગરીઝ
MVP –આમાં સૌથી વધુ MVP મળનાર પ્લેયર્સ હશે
The Exterminators –આ મેક્સિમમ સ્કિલ્સવાળા ખેલાડીને મળશે
The Healers – સૌથી વધુ રિવાઈવ કરનાર ખેલાડીને મળશે
The Redeemer સૌથી વધુ હેલ્થ રિસ્ટોર કરનાર ખેલાડીને મળશે
The Long Ranger – ગેમમાં સૌથી વધુ સર્વાઈવ કરનાર ખેલાડીને મળશે
The Rampage Freak – એક ગેમમાં સૌથી વધુ કિલ કરનાર ખેલાડીને મળશે
PUBG સિરીઝનો ભાગ કેવી રીતે બનશો?
આ સિરીઝમાં ફક્ત વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. PUBG Mobile india seriesમાં ભાગ લેવા તમને ઓછામા ઓછા 20 લેવલ પબજી પ્લેયર રમવુ પડશે. પબજી મોબાઈલ ઈન્ડીયાની વેબસાઈટ પર જઈને તમારે રજીસ્ટર નાઉ પર ક્લીક કરવાનું રહેશે. અહી તમારે આઈડીના માધ્યમથી પોતાનું એકાઉન્ટ બનાવવાનું રહેશે પછી તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો.
9 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી રજીસ્ટર કરાવી શકાશે. ક્વોલિફાયર ગેમ 21 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી ચાલશે. આ દરમિયાન રજીસ્ટર્ડ સ્કોટડની સાથે 15 મેચ રમવાની રહેશે. 10 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી પ્લે ઓફ થશે જેમાં ટૉપ 2000 ટીમ્સ પહોંચશે. માર્ચમાં ગ્રાંડ ફિનાલે થશે જ્યાં ફક્ત 20 ટીમ પહોંચશે. ટૂર્નામેન્ટ દરમિયાન યૂઝર્સની પાસે લેટેસ્ટ વર્જનનું પબજી હોવુ જરૂરી છે.