દેશવિદેશ

ફિલિપાઈન્સ: બોમ્બ વિસ્ફોટમાં થઇ 20 લોકોની મોત

ફિલિપાઈન્સના દક્ષિણ આવેલા દ્વિપમાં રોમન કેથલિક ચર્ચમાં થયેલા બે બોમ્બ વિસ્ફોટમાં ૨૦ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૧૧ ઘાયલ થાય છે. હુમલાનો શિકાર થયેલા લોકો રવિવારે યોજાયેલી પ્રાર્થનામાં ભાગ લેવા આવ્યા હતા.આ વિસ્તારમાં મુસ્લિમ આતંકી સક્રિય છે તેથી હુમલાની શંકા તેમની ઉપર છે. પોલીસ અને સેનાએ જે તે વિસ્તારને ઘેરીને તપાસ કાર્ય શરૂ કર્યું હતું. રાષ્ટ્રપતિ રોડ્રિગો દૂતેર્તેએ કહ્યું કે આ ઘટનામાં સામેલ તમામ લોકોની ધરપકડ કરાશે અને તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરાશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલો વિસ્ફોટ પ્રાંતિય રાજધાની જોલોના કેથેદ્રલ ઓફ અવર લેડી ઓફ માઉન્ટ કાર્મેલની અંદર થયો. ત્યાર બાદ મચેલી ભાગદોડમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. એક મિનિટ બાદ ચર્ચમાં મુખ્ય દ્વાર પાસે બીજો વિસ્ફોટ થયો હતો.આ વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા હતા. સેનાની તપાસમાં જાણવા મળ્યું હતું કે બીજો વિસ્ફોટ મોટરસાઈકલમાં બોમ્બ દ્વારા ફીટ કરાયો હતો. મોટરસાઈકલ મુખ્ય દ્વારના પાર્કિંગમાં ઊભી કરાઈ હતી. મોટી માત્રામાં વિસ્ફોટક બાંધેલા હોવાના કારણે બીજા વિસ્ફોટે વધુ નુકસાન પહોંચાડ્યું હતું.

આની ઝપટમાં આવેલા લોકોના અવશેષ ઘટના સ્થળ પર દૂર સુધી ફેલાયા હતા. પહેલા વિસ્ફોટમાં પ્રાર્થના ખંડને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું. ત્યાં મચેલી ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં ૧૫ નાગરિક અને પાંચ સુરક્ષાકર્મી છે. ઘાયલોમાં ૧૭ સુરક્ષા દળના જવાન છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડાયા છે. સેનાએ આસપાસના વિસ્તારોને સીલ કરીને તલાશી શરૂ કરી દીધી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button