સતત છઠ્ઠા દિવસે વધ્યા પેટ્રોલ અને ડિઝલના ભાવ, જાણો ભાવ
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લા 4 દિવસથી સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલ માંઘાં થયાં. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 27 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 30 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 67.87 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 67.37 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.
દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 38 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 29 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 70.41 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 64.47 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.
મુંબઈકરો માટે પણ બેડ ન્યૂઝ છે. મુંબઈમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયાં છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટર દીઠ 28 પૈસાથી વધી છે જ્યારે ડીઝલની કિંમતમાં 31 પૈસા પ્રતિ લીટરે વધી છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 76.05 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 67.49 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.