પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયો ભાવ વધારો, જાણો કિંમત
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે ફરી નજીવો ભાવ વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 0.06 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 0.05 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 67.86 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 68.63 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.
માત્ર અમદાવાદ જ નહિ પરંતુ ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો નોંધાયો છે. ચેન્નઈમાં પેટ્રોલની કિંમતમાં 0.06 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 0.05 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે ચેન્નઈમાં પેટ્રોલ 73.06 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 69.37 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.
દેશની રાજધાની નવી દિલ્હીમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 0.06 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 0.05 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે દિલ્હીમાં પેટ્રોલ 70.39 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 65.67 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમામં 0.06 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં આજે 0.05 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે મુંબઈમાં પેટ્રોલ 76.03 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 68.76 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.