ગુજરાત
પેટલાદ: આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં રોજગારી ભરતી-મેળો યોજાયો
પેટલાદ એજ્યુકેશન ટ્ર્સ્ટ સંચાલિત શ્રી આર.કે.પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત જિલ્લા રોજગાર કચેરી આનંદના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિરનો ઉદ્ધાટન સંમારંભ PBM પોલીટેક્ષના ફાયનાન્સીયલ વાઇસ પ્રેસિડેન્ટ અને પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટના સ્થાનિક વ્યવસ્થાપન સમિતિના સભ્યપદ શ્રી સુરેશભાઇ કોટડિયા સહિતના અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આણંદ રોજગાર અધિકાર શ્રી ડી.કે. ભટ્ટે રોજગાર કચેરી વિશે અને રોજગાર મેળાની ભરતી પ્રક્રિયા વિશે વિગતે માહિતી આપી હતી. આ રોજગાર ભરતી મેળામાં ગુજરાતની જાણીતી 17 કંપનીઓએ ભાગ લઇને મેળને સફળ બનાવ્યો હતો. આશરે 400 લોકો તેમા ઉપસ્થિત રહ્યા હતા.