દેશના લોકો હંમેશા માટે જવાનોની સાથે જ છે – નીતિન પટેલ
ભારતના પુલવામામાં સીઆરપીએફ ઉપર હુમલાની ઘટના બની જેમાં 44 જવાનો શહીદ થયા ભારત સાથે સમગ્ર વિશ્વના દેશોએ ઘટનાને વખોડી કાઢી અને પાકિસ્તાન અને એના આતંકવાદી સંગઠનો ઉપર ગુસ્સો વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહ વાઘેલા એ પણ હાઈ લેવલ મિટિંગ માં સેના ને પણ ખુલ્લી છુટ આપી એમના ઉત્સાહ માં વધારો કર્યો છે.
સમગ્ર ભારત ના લોકોએ રેલી તથા ઇમરાન ખાન ના પૂતળા નું દહન પણ કર્યું. આ સિવાય અલગ અલગ વેપારી મંડળો દ્વારા પણ એક દિવસ કામ બંધ કરી જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમજ સિવાય આજે નીતિન પટેલ દ્વારા એક જાહેરાત કરવામાં આવી જેમાં તેમને જણાવ્યું કે પુલવામાં જે આતંકવાદી હુમલો થયો એની સમગ્ર ભારતમાં નિંદા થઈ રહી છે. વધુમાં કહ્યું કે દેશ હમેશા માટે સુરક્ષા જવાનોની સાથે જ છે દેશના જવાનોનું દ્રઢ મનોબળ અને એમની ઈચ્છા શક્તિ આગળ આતંકવાદી ઉભા ના રહી શકે.
તેમને જણાવ્યું કે આવતી કાલે વિધાનસભા ના બીજેપી ના MLA ની મીટીંગ નું આયોજન કર્યું છે જેમાં ધારાસભ્યો પણ શાહિદના પરીવારને મદદ માટે ચર્ચા કરશે. આજે ગુજરાત ના જય સોમનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીના માલિક બાબુભાઇ પટેલ દ્વારા પુલવામા હૂમલામાં શાહિદ થયેલા 44 જવાનોને 1 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી હતી અને આ વાત ને મીડિયા સમક્ષ રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એ જણાવ્યું હતું મીડિયા સાથે વાત કરતા બાબુભાઇ એ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ જે કાયરતા પૂર્વક હુમલો કર્યો અને આપણા 44 જેટલા જવાનો શહિદ થઈ ગયા હતા. જેને લઇને શહીદ પરિવારના મદદરૂપ થવા એક લાખ રૂપિયા દાન કરશે.
https://www.youtube.com/watch?v=IoHZ61vErn0&feature=youtu.be