પાટીદારના 2 મોટા સંગઠન પાસ અને SPG ની સયુંકત પ્રેસ યોજાઈ
ગુજરાતમાં નરેન્દ્ર મોદી ના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ભૂમિ પૂજનમાં આવવાનું જાહેર, થતા જ પાટીદાર આંદોલનના નેતાઓ એ અત્યાર થી જ મોદીના પ્રવસનો વિરોધ અને ગુજરાતની બીજેપી સરકાર ઉપર દબાણ લાવવાનું શરૂ કરી દીધું છે. જેના ભાગ રૂપે પાટીદાર ના 2 મોટા સંગઠનની પ્રેસવાર્તા યોજાઈ જેમાં પાસ અને SPG ના સયુંકત પ્રેસવાર્તા થઈ જેમાં પૂર્વ પાસ નેતા દિનેશ બભણીયા દિલપ સાબવા તેમજ SPG આગેવાન પૂર્વીન પટેલ સહિતના પાસ અને SPG ના આંદોલન કારીઓ હાજર રહ્યા હતા.
દિલીપ સાબવા એ જણાવ્યું કે પાટીદાર આંદોલન માં દરેક સહયોગ આપ્યો છે આમરી માગણી સરકાર સમક્ષ સમયાંતરે મૂકી છે અને વાટ ઘાટો કરી છે આમરી માગણી ઓ આંદોલન માં શહીદ થયેલા લોકોને સરકારી નોકરી આપે ઘાયલો ને વળતર તેમજ લાલજી પટેલ હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા ઉપર કરેલા કેસ પાછા ખેંચે આગામી દિવસ માં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં
બીજેપીના નેતાઓ આવવા તો એમણે શા માટે બોલવા પડે જો આવશે તો અમે વિરોધ કરીશું.
https://www.youtube.com/watch?v=VvoplrJbgVM
દિનેશ બભણીયા એ કહ્યું કે ગુજરાત માં આગામી દિવસોમાં તારીખ 18 ફેબ્રુઆરી ના રોજ ગાંધી આશ્રમમાં રામધૂન કરશે 25 ફેબ્રુઆરી એ વિજય રૂપાણી ના નિવાસ સ્થાને પણ જઈશું. સમાજ ના લોકો વિભાજીત ન થાય એ માટે 1 માર્ચ ના દિવસે સામાજિક આગેવાનો ને ત્યાં પરિવાર સહિત રોકાવા જઈશું ગુજરાતમાંથી 209 પરિવારો આ કાર્યક્રમમાં જોડાશે. અમને જો રોકવામાં આવશે તો પાટીદાર બહેનો વિરોધ કરશે તમામ સમાજ ના સાથ સહકાર મળી રહ્યા છે અમારો કોઈ બદ ઈરાદો છે નઇ પણ અમારી પટીદાર સમાજ ની માંગણી પુરી થાય એજ અમારો ઉદેશ છે.
પાટીદાર સમાજના હીત માટે અમે કામ કર્યું છે પાટીદાર સમાજના હજુ ઘણા પ્રશ્નો પડતર છે સમાજના દરેક પ્રશ્ન માં SPG પાસ ની સાથે જ છે 26 સમપ્ટેમ્બના રોજ જે અમારી સરકાર સાથે બેઠક થઈ હતી, પણ સરકારે ધ્યાન આપ્યું નથી જ્યાં સુધી અમારી માગણી નઇ પુરી થાય તો અમે સાથે મળી આંદોલન કરીશું હાર્દિક પટેલના ચૂંટણી વિશે બોલતા કહ્યું કે તમામ આંદોલન કારીઓ નિર્ણય
કરશે ચૂંટણી સમયે જે જાહેર થશે એ સમયે વાત કરીશું.