પાસના આંદોલનકારી અલ્પેશ કથીરિયાની ગુજરાત સરકારના ઈશારે પોલીસે કરી ધરપકડ: લલિત વસોયા
ગુજરાત માં 14 મી વિધાનસભાનું 5 દિવસીય સત્ર શરૂ થઈ ગયું છે. જે પ્રથમ સત્ર માં રાજ્યપાલ ઓપી કોહલી દ્વારા પુલવામાં જે CRPFના સૈનિકો શહીદ થયા એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને બંને પક્ષના નેતાઓએ શોક પ્રસ્તાવ કરીને એમણે પ્રવચન કર્યું કે જેમાં બંને પક્ષે એકસુરમાં આતંકવાદને વખોડી સરકારને આતંકવાદ સામે કડક માં કડક પગલાં ભરી સરકારે પાકિસ્તાનને જવાબ આપવો જોઈએ એવી માંગ કરવામાં આવી હતી.
આજના આ સત્ર નો પ્રથમ દિવસ શહીદો ને શ્રદ્ધાંજલિ આપી સદનનું કામકાજ મુલતવી રાખ્યું હતું અને કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને લલિત વસોયાએ પ્રેસવાર્તા સંબોધી કહ્યું કે આજે આ સત્રનુ કામકાજ મુલતવી રાખ્યું છે. અમને મીડિયાના માધ્યમ દ્વારા જાણ થઈ છે કે ગુજરાત પોલીસ દ્વારા અમારા પાસના આંદોલનના સાથી અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી છે આ આંદોલનકારીને પોલીસે ગુજરાત સરકારના ઈશારે ધરપકડ કરી છે સરકારે આટલી સ્ફૂર્તિ આતંકવાદીઓને પકડવામાં કરી હોતતો આજે આ શોકસભા ન થઇ હોત અને બધા સેનિકો શહીદ ના થયા હોત.
https://www.youtube.com/watch?v=2J9jjEFQPmI&feature=youtu.be
પરંતુ સરકાર અમારા આ સાથીને છોડી મૂકે અને એના ઉપર લગાવેલ ખોટા આરોપો દૂર કરે એ માટે અમે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવાનો સમય માગ્યો છે આ સિવાય લલિત વસોયા એ જણાવ્યું કે અલ્પેશ કથીરિયાની ધરપકડ થઈ છે પોલીસ કોઈ પણ ખાતરી વગર અને કોઈ પણ પર્સનલ મતભેદ રાખ્યા વગર કાયદાકીય રીતે જે પણ કાયદાનું પાલન કરીને પગલાં લે પણ જો કોઈ પણ રીતે એને હેરાન કરશે તો અમે એની સામે ચૂપ બેસી નહી રહીએ.