પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાનને EDની નોટિસ, FEMAનાં ઉલ્લંઘનનો મામલો
પ્રખ્યાત સિંગર રાહત ફતેહઅલી ખાન મુશ્કેલીમાં ફસાયા છે. તેમણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ FEMAનાં ઉલ્લઘંન મામલે નોટિસ ફટકારી છે. મિડીયા રિપોર્ટસ પ્રમાણે રાહત પર ભારતમાં વિદેશી ચલણની દાણચોરીનો આરોપ છે. આ અંગે EDએ તેમની પાસે જવાબ માંગ્યો છે.
રાહેત ફતેહઅલી ખાને ગેરકાયદે 3,40,000 યુએસ ડોલરની કમાણી કરી છે. આ રકમમાં તેમણે 2,25,000 ડોલરની સ્મગલિંગ કરી હતી. જો તપાસ એજન્સીઓ રાહતનાં જવાબથી સંતુષ્ટ નહિ થાય તો સિંગર રાહત ફતેહ અલી ખાને સ્મગલિંગ કરેલી રકમ પર 300% દંડ આપવો પડશે. જો તેઓ આ દંડની ભરપાઈ નહિ કરે તો તેમને લુકઆઉટ નોટિસ આપવામાં આવશે. આ ઉપરાંત ભારતમાં તેમના શો પર પણ બેન લાગી શકે છે.
અગાઉ 2011માં સિંગર રાહત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશલ એરપોર્ટ પર સવા લાખ ડોલર સાથે ઝડપાયો હતો. તે સમયે તે આ પૈસા અંગેનો કોઈ દસ્તાવેજી પુરાવો રજુ કરી શક્યો ન હતો. સિંગર સાથે તેમના મેનેજરની પણ પોલીસે ધરપકડ કરી હતી. રાહત ફતેહ અલીખાન બોલીવુડની ઘણી ફિલ્મોમાં ગીત ગાઈ ચુક્યા છે. આ ઉપરાંત દર્શકો તેમના સુફિયાના અંદાજ અને રોમાન્ટિક સોન્ગને ઘણા પસંદ કરે છે. ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ હોવા છતા રાહતને બોલીવુડમાં ગીતો ગાવાનો મોકો આપવામાં આવી રહ્યો છે.