પાક. વિદેશ મંત્રાલયની વેબસાઇટ હેક, ભારતીય હેકર્સ પર ફોડ્યું ઠીકરુ
પાકિસ્તાન વિદેશ મંત્રાલયની અધિકારીક વેબસાઇટ હેક કરી લેવામાં આવી હતી. પાક. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે જણાવ્યું કે ઘણા દેશોના યુઝર્સે સાઇટ ન ખુલવાની ફરિયાદ કરી છે. સુત્રોએ પાકિસ્તાન ન્યૂઝ પેપર ડોને જણાવ્યું કે એવુ માનવામાં આવી રહ્યું છે કે આ સાઇબર એટેક ભારતથી કરવામાં આવ્યો છે. ડૉનને ફૈસલના જણાવ્યું કે હાલ આઇટી ટીમ વેબસાઇટ ખોલવાની કોશિશ કરી રહી છે. ફૈસલે જણાવ્યું કે પાકિસ્તાન વિદેશ મંત્રાલયની વેબસાઇટ કોઇ સમસ્યા વગર કામ કરી ચાલી રહી છે.
જોકે, ઓસ્ટ્રેલિયા, સઉદી અરબ, બ્રિટેન અને નેધરલેન્ડના યૂઝર્સે સાઇટને ખોલવા દરમિયાન સમસ્યા થવા અંગે વાત કરી છે. જણાવી દઇએ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ હેકિંગની ખબર ભારતમાં જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ આવી છે. પાકિસ્તાનથી સંચાલિત આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદે પુલવામા હુમલાની જવાબદારી લીધી છે. તેને આદિલ નામના એક સ્થાનિક શખ્સની મદદથી આ હુમલાને અંજામ આપ્યો છે. જેમા 40 જવાન શહીદ થઇ ગયા.
સીઆરપીએફથી જોડાયેલ એક સુત્રએ જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં એવું લાગે છે કે આરડીએક્સ સિવાય ડારે તેમની ગાડીમાં એમોનિયમ નાઇટ્રેટ પણ રાખ્યું હતું. જેનાથી વધારેમાં વધારે નુકસાન થઇ શકે છે. તેમને કહ્યું કે સુરક્ષાદળ આ અંગે માલૂમ કરવાની કોશિશ કરી રહી છે કે હુમલાખોરોએ આટલા મોટા પ્રમાણમાં વિસ્ફોટકને ગાડીમાં કેવી રીતે રાખ્યું.