ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ પાકિસ્તાન પીએમએ કોહલી શુભેચ્છા પાઠવી
પાકિસ્તાનના વડાપ્રધાન અને પૂર્વ કેપ્ટ્ન ઇમરાન ખાને મંગળવારે ટવિટ કરી ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેણે ટવિટમાં કહ્યું હતું કે “વિરાટ કોહલી અને ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતનાર પ્રથમ એશિયન દેશ બનવા બદલ અભિનંદન.”
ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં ઇતિહસ રચતા 4 મેચની ટેસ્ટ સીરીઝ પર 2-1થી કબજો કર્યો. 71 વર્ષમાં પ્રથમ વખત ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાને તેમની ધરતી પર હરાવ્યા અને ટેસ્ટ સીરીઝ પર કબજો મેળવ્યો.
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ ભારતના વખાણ કરતા ટવિટ કરી હતી. તેને ટીમ ઇન્ડિયાને તેમન પ્રદર્શન પર અને ઓસ્ટ્રેલિયાને તેમની ઘરતી પર દબાણ બનાવવા શુભેચ્છા પાઠવી. અખ્તરે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં ઇતિહાસ રચવા પર ટીમ ઇન્ડિયાને શુભેચ્છાય વર્લ્ડ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ હંમેશા કઠિન હોય છે.
ઉલ્લેખનીય છે કે સિડનીમાં રમવામાં આવેલી ચોથી ટેસ્ટમાં વરસાદના કારણે ટીમ ઇન્ડિયા 2-1 પરિણામથી સંતોષ કરવો પડ્યો. ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગ્સમં 622 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને 300 રન પર જીત બનાવી હતી પરંતુ વરસાદે ટીમ ઇન્ડિયાની મહેનત પર પાણી ફેરવી દીધું.