ગુજરાત
પાકિસ્તાન મરીનની વધુ એક નાપાક હરકત, ભારતીય બોટ સાથે 18 માછીમારોનું અપહરણ
અવાર નવાર પાકિસ્તાનની નાપાક હરકત સામે આવતી રહે છે. પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટના અપહરણનો સિલસીલો યથાવત છે. પાકિસ્તાન મરીન દ્વારા 3 બોટ સાથે 18 માછીમારોનું અપહરણ કરાયા હોવાની માહિતી મળી છે.
મળતી માહિતી મુજબ અપહરણ કરાયેલી બોટ પોરબંદર અને ઓખાની હોવાની શક્યતા છે. પાકિસ્તાન મરીન દ્વારા 3 ભારતીય બોટ સાથે 18 માછીમારોનું અપહરણ કરાયું છે. ઉલ્લેખનીય છે કે ગત 4 જાન્યુઆરીના રોજ પણ એક બોટ અને 5 માછીમારોનું અપહરણ કરાયું હતું.
તે ઉપરાંત ગત વર્ષ 17 નવેમ્બરના રોજ પણ પાકિસ્તાન દ્વારા 2 બોટ સાથે 12 માછીમારોનું અપહરણ કરાયું હોવાની ઘટના સામે આવતા રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેમાં એક પોરબંદર અને એક ઓખાની બોટ હોવાની શક્યતા હતી.