ગાંધીનગર ખાતે આયોજિત રેડ બુલ પેપર વિંગ્સ 2019નું આયોજન
ડીએઆઈઆઈસીટી, ગાંધીનગરે 4 વર્ષ પછી ભારતમાં સૌથી વિશાળ પેપર પ્લેન સ્પર્ધા રેડ બુલ પેપર વિંગ્સ 2019ની 5મી આવૃત્તિનું પુનરાગમન નિહાળ્યું હતું. આ સ્પર્ધામાં કળાત્મક રીતે પેપરનાં વિમાન બનાવતા જોશીલા સહભાગીઓની 100 સંખ્યા જોવા મળી હતી. વિજેતા બે શ્રેણીમાં નક્કી કરાયા હતા, જેમાં સૌથી લાંબું અતર અને સૌથી લાંબો હવાઈ સમયનો સમાવેશ થતો હતો. આર્શ ફેફર અને કુલદીપ બારોટ લાંબું અંતર અને સૌથી લાંબો હવાઈ સમયની શ્રેણીમાં વિજેતા બન્યા હતા જેમને હવે એપ્રિલમાં નેશનલ ફાઈનલ્સમાં સ્પર્ધા કરવાની સોનેરી તક મળશે.
સર્વ નેશનલ ફાઈનલ વિજેતાઓ તે પછી પ્રતીકાત્મક હેન્ગર-7માં ઓસ્ટ્રિયામાં વર્લ્ડ ફાઈનલ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલવામાં આવશે, જ્યાં વર્લ્ડ ચેમ્પિયન્સના તાજ માટે સ્પર્ધા થશે. રેડબુલ પેપર પ્લેન વીંગ્સ વર્લ્ડ ચેમ્પિયનશીપ વિશ્વના ૬૧થી વધુ દેશોમાં યોજાઇ રહી છે, જેમાં દુનિયાભરની ૩૮૪થી વધુ યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. રેડ બુલ પેપર વિંગ્સ દુનિયાભરના વિદ્યાર્થીઓને ગ્લોબલ પેપર પ્લેન ચેમ્પિયનશિપ અને સૌથી વિશાળ રેડ બુલ સ્ટુડન્ટ પાર્ટિસિપેટરી ઈવેન્ટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું . આ વિચાર સાદો અને ઘરેલુ પણ છેઃ વિદ્યાર્થીઓએ કાગળમાંથી એવું વિમાન બનાવવાનું જે શક્ય તેટલું દૂર સુધી ઊડે અથવા કળાત્મક રીતે શક્ય તેટલું હવામાં ઊડે.
https://www.youtube.com/watch?v=Wi7Al7AWre0&feature=youtu.be
આ સ્પર્ધા માં બધા જરૂરી ઉપકરણો જેમાં સાધારણ પેપરની કમર્શિયલ શીટ હોય છે, જેમાં અપવાદાત્મક ગડી કરવાની ક્ષમતા, ક્રિયાત્મકતા, કલ્પના અને મૂળભૂત એરોનોટિક નિયમોનો મજબૂત ડોઝ હોય છે. કાગળનું વિમાન બનાવવું અને તે ઉડાવવું આસાન વાત છે. તમે એક કાગળના ટુકડાથી તે બનાવી શકો છો. એરોડાયનેમિક્સનું આ શુદ્ધતમ સ્વરૂપ છે અને તેથી રેડ બુલ ગિવ્ઝ યુ વિંગ્સ અને ઉડાણના વિષય સાથે ઉત્તમ રીતે તે સંકળાયેલું છે.આમ નાનપણ માં કાગળ નું વિમાન બનાવી ઉડાવતા તેસર્વે ને યાદ જ હશે પરંતુ તે જ વિમાન ને બનાવી તેને એક પ્રતિયોગિતા રૂપે પણ આગળ વધી શકાય છે