Zomatoથી ઓર્ડર કર્યુ પનીર, નીકળ્યુ પ્લાસ્ટિક, માંગવી પડી માફી
મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં Zomato એપથી ખાવાનું મંગાવનાર આવી જ એક વ્યક્તિએ ફરિયાદ કરી છે કે તેને પનીરની જગ્યાએ ખાવામાં પ્લાસ્ટીક આપવામાં આવ્યુ હતુ. પોલીસે હાલ ફરિયાદ દાખલ કરી લીધી છે.ખાવાની વસ્તુઓની તપાસ શરૂ થઈ ગઈ છે. આ ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ Zomatoએ માફી માંગી લીધી છે.
જિન્સીના પોલીસ ઈન્સ્પેક્ટર શ્યામ સુંદર વસુલકરે કહ્યુ છે કે Zomatoમાં ખાવાનું મંગાવવામાં આવતા તેમાથી પનીરના ટુકડાની જગ્યાએ ફાઇબર જોવા મળ્યુ હતુ. તપાસ રિપોર્ટ આવ્યા પછી કંપનીની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
ઓરંગાબાદમાં રહેનાર સચીન જામધારે એ જમતી વખતે તેમની પુત્રીની ફરિયાદ પર ધ્યાન આપતા જોયુ તો ખબર પડીકે તેમણે મંગાવેલી પનીરની સબ્જીમાં પ્લાસ્ટીક નીકળ્યુ હતુ. તો હોટલમા માલિકે પોતાની કોઈ ભુલ હોવાનો ઈન્કાર કરી દીધો છે.
સચીન જામધારે જણાવ્યુ કે જો હોટલની કોઈ ભુલ ન હોય તો પછી ડિલેવરી કરનારે સામાન બદલી નાખ્યો હોવો જોઈએ. આ ઘટનાબાદ Zomatoએ પોતનું નિવેદન જાહેર કર્યુ છે કંપનીએ જણાવ્યુ કે આટલી મોટી ભુલ ચલાવી લેવાશે નહી કંપનીએ પોતાની એપ પરથી હોટલને તાત્કાલીક ધોરણે હટાવી દીધી છે.
સચીન જામધારે જણાવ્યુ કે તેણે પોતાના બાળકો માટે પનીર ચીલ્લી, પનીર મસાલાનો ઓર્ડર આપ્યો હતો. આ વાત સામે આવ્યા પછી બાળકોના સ્વાસ્થ્યને લઈને ખુબજ ગંભીર છે. Zomatoએ પણ આ ભુલને સુધારી લેવા તેના ગ્રાહકના પૈસા પરત કર્યા છે.