ગુજરાતની 26 એ 26 લોકસભાની બેઠકો જીતવા સંકલ્પ, આજથી પ્રચારની શરૂઆત : અમિત શાહ
આજે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મેરા પરિવાર ભાજપા પરિવાર કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાના થલતેજ સ્થિત નિવાસસ્થાન રોયલ ક્રેસન્ટ ખાતેથી ભાજપનો ધ્વજ ફરકાવ્યો. ત્યારબાદ અમિત શાહ કાર્યકર્તાઓને સંબોધ્યા . ધ્વજ લગાવી ઘર ઘર ચાલો અભિયાનની કરાવશે શરૂઆત કરાવી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઓમ માથુર અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જીપમાં બેસીને રેલી કાઢવાના છે. તેઓ થલતેજથી બોડકદેવમાં આવેલા દિન દયાલ હોલ સુધી રેલી નીકળી હતી. ત્યાર બાદ હોલની અંદર તેઓ કાર્યકરો અને આગેવાનોને ચૂંટણીના સંદર્ભમાં માર્ગદર્શન આપ્યું.
https://www.youtube.com/watch?v=aGdYEQJIf2E&feature=youtu.be
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે અમદાવાદમાં ‘મેરા પરિવાર ભાજપા પરિવાર’ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
પંડિત દીનદયાળ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અમિત શાહ સિવાય મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. અમિત શાહે પોતાનાં સંબોધનની શરૂઆત ‘ભારતમાતા કી જય’ સાથે કરી હતી. તેણે ગુજરાતમાં 26એ 26 સીટ જીતવાનો સંકલ્પ કરી કાર્યકરોને પણ ‘ભારત માતા કી જય’નાં નારા પણ લગાવડાવ્યાં હતાં.
તેમણે આ કાર્યક્રમમાં જણાવ્યું કે, ‘આજથી બીજેપીએ 2019ની ચૂંટણીનાં પ્રચારની શરૂઆત કરી છે.’તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘કોંગ્રેસ પાસે નથી નેતા કે નથી નીતિ.’