Site icon Time News

E20 ફ્યુઅલનો વિરોધ- કેજરીવાલ PM આવાસ સુધી માર્ચ કાઢશે:કહ્યું- પેટ્રોલ પંપ પર શુદ્ધ પેટ્રોલ મળવું જોઈએ

આમ આદમી પાર્ટીએ શનિવારે E20 ફ્યુઅલના મુદ્દે ‘નેશનલ ટાઉન હોલ’ યોજ્યો હતો. AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ 3 ઓગસ્ટની બપોરે અરજીઓ એકત્રિત કરશે. ત્યારબાદ લગભગ 100 લોકો સાથે 4 ઓગસ્ટના રોજ લોક કલ્યાણ માર્ગ સ્થિત PM નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન સુધી કૂચનું નેતૃત્વ કરશે.

કેજરીવાલે ટાઉનહોલ પછી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જો ઇથેનોલ ફાયદાકારક નથી, તો તેને પ્રોત્સાહન શા માટે આપવામાં આવી રહ્યું છે? સરકાર નાગરિકો પર તેને શા માટે લાદી રહી છે? આજના ટાઉન હોલમાં લોકોએ ત્રણ માંગણીઓ મૂકી.

પેટ્રોલ પંપ પર ગ્રાહકો પાસે પસંદગીનો વિકલ્પ હોવો જોઈએ, જે લોકો E20 ઇંધણ ઇચ્છે છે, તેઓ E20 ખરીદી શકે અને જે લોકો શુદ્ધ પેટ્રોલ પસંદ કરે છે, તેમની પાસે શુદ્ધ પેટ્રોલ ખરીદવાનો વિકલ્પ હોય.
E20 ઇંધણની કિંમત શુદ્ધ પેટ્રોલ કરતાં ઓછી હોવી જોઈએ.

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતો ઓછી હોવાને કારણે, પેટ્રોલની છૂટક કિંમત 84 રૂપિયા પ્રતિ લિટરથી ઓછી હોવી જોઈએ.

કેજરીવાલે કહ્યું કે ઇથેનોલના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. તે પેટ્રોલ કરતાં વધુ મોંઘું છે, ઓછું માઇલેજ આપે છે, ખેડૂતોને કોઈ ફાયદો પહોંચાડતું નથી અને વિદેશી મુદ્રાની બચત પણ કરતું નથી.

આ ઉપરાંત, ઇથેનોલ બનાવતા પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં જમીનની નીચેનું પાણી પ્રદૂષિત થઈ જાય છે.

તેમણે સરકારને તે રિપોર્ટ સાર્વજનિક કરવા વિનંતી પણ કરી, જેનો હવાલો આપીને સરકારે દાવો કર્યો હતો કે E20 થી વાહનોને કોઈ નુકસાન થતું નથી.

આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના લોકો સામેલ થયા અને તેમણે E20 ના ઉપયોગને લઈને પોતાના અનુભવો અને સમસ્યાઓ વિશે જણાવ્યું જેનો સામનો તેમને પોતાના વાહનો સાથે કરવો પડી રહ્યો છે.

ભારતમાં 20% ઇથેનોલ અને 80% પેટ્રોલના આ મિશ્રણ (E20)નો વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને 2023 પહેલા બનેલી પેટ્રોલ ગાડીઓના માલિકો પરેશાન છે. તેમનો દાવો છે કે આ ફ્યુલથી ગાડીઓનું માઈલેજ ઓછું થઈ રહ્યું છે, મેન્ટેનન્સનો ખર્ચ વધી ગયો છે. એન્જિનના પાર્ટ્સ જલ્દી ખરાબ થઈ રહ્યા છે.

AAPએ PMને સંબોધિત ઓનલાઇન અરજી શરૂ કરી હતી

આ પહેલાં AAP એ વડાપ્રધાનને સંબોધિત એક ઓનલાઈન અરજી શરૂ કરી હતી, જેના પર બે લાખથી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા છે. શનિવારના કાર્યક્રમ પછી, તે વડાપ્રધાન આવાસ જઈને આ અરજી સોંપશે

Exit mobile version