Business
ડુંગળીના ભાવમાં થયો અધધ વધારો, કિંમત જાણી આવશે રડવાનું
ડુંગળીના ભાવ હાલમાં એક કિલોના રૂ.૬૦ની સપાટીને વટાવી ગયા છે. હજી ડુંગળીના ભાવ આગામી દિવસોમાં વધતાં જ રહેશે તેવા અનુમાન બજારના નિષ્ણાતો મુકી રહ્યા છે. કેન્દ્ર સરકારે નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી ડુંગળી હવે ખુલ્લા બજારમાં મુકીને વધતાં જતા ભાવને અટકાવવા જોઇએ તેમ નિષ્ણાતો જણાવે છે.
જો સરકાર આ મુદ્દે કોઇ પગલાં નહિ લે તો દિવાળીએ ડુંગળીના ભાવ એક કિલોના રૂ.૧૦૦ની સપાટીએ પહોંચી જશે બીજી તરફ સરકારે ૨૦૦૦ ટન ડુંગળી આયાત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે આ જથ્થો નવેમ્બરમાં આવશે તેમ જણાવાય છે.
મહારાષ્ટ્રના લાંસલગાવ સહિતના વિસ્તારમાંથી ૪૫૦૦૦ ટન ડુંગળી અને ગુજરાતમાંથી ૫૦૦૦ ટન ડુંગળી ગત એપ્રિલ બાદ ધી નેશનલ એગ્રીકલ્ચરલ કો.ઓ.માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (નાફેડ) દ્વારા ખરીદવામાં આવી હતી.