Business
સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શેરબજાર કડાકા સાથે બંધ

ભારતીય શેરબજાર માટે સપ્તાહનો અંતિમ કારોબારી દિવસ નિરાશાજનક રહ્યો. સેન્સેક્સ 600થી વધુ પોઇન્ટના કડાકા સાથે બંધ રહ્યો. શેરબજારમાં છેલ્લા બે દિવસમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો થયો છે. રોકાણકારોની સંપત્તિ ઘટીને 262.61 લાખ કરોડ થઈ છે. બે દિવસમાં રોકાણકારોના 3 લાખ કરોડથી વધુ સ્વાહા થઈગયા છે.
સેન્સેક્સ 671.15 પોઇન્ટના ઘટાડા સાથે 59,135.13 પોઇન્ટ અને નિફ્ટી 188.91 પોઇન્ટના ઘટાડા સાથે 18307.21 પોઇન્ટ પર બંધ રહ્યા. ગુરુવારે સેન્સેક્સ 541.83 પોઇન્ટના ઘટાડા સાથે 59,806.28 પોઇન્ટ પર અને નિફ્ટી 168.08 પોઇન્ટના ઘટાડા સાથે પોઇન્ટ પર 18496.18 બંધ થયા હતા.
નકારાત્મક વૈશ્વિક સંકેતોના કારણે આજના કારોબારી દિવસની ઘટાડા સાથે શરૂઆત થઈ હતી અને દિવસના અંત સુધી આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો.