આ તારીખે PM મોદી ફરી 15 દિવસમાં બીજી વખત આવશે ગુજરાત, જાણો આ વખતે શું છે કાર્યક્રમ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર નર્મદા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આગામી 15 મી નવેમ્બરે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી છે. આ જન્મ જયંતીની ઉજવણીનું લોન્ચિંગ ડેડિયાપાડા ખાતેથી કરવાનું નક્કી થતા આ ક્રાયક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ઉજવણીની શરૂઆત થાય તે રીતે આયોજન ગોઠવાઈ રહ્યું છે. 

વડાપ્રધાન 15 નવેમ્બર ના દિલ્હીથી સીધા સવારે 8 કલાકે સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે અને જ્યાંથી સીધા હેલીકૉપટરમાં ડેડિયાપાડા આવશે અને પહેલા દેવમોગરા માતાજીના દર્શન માટે જવાનું પણ નક્કી થઇ રહ્યું છે. દર્શન કરી સીધા ડેડીયાપાડા ખાતે સભાસ્થળ પર આવશે, હજુ મેદાન ફાઇનલ થયું નથી પણ હેલીકૉપ્ટર માટે હેલિપેડ અને સભાસ્થળ માટે મોટું મેદાન શોધવા તંત્ર કામે લાગ્યું છે. 

બીજી બાજુ જિલ્લા કલેક્ટરે વિવિધ ટીમો બનાવી આધિકારીઓ ને કામગીરી સોંપવાની પણ બેઠકો શરૂ કરી દીધી છે. આ બાબતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે અંગ્રેજો સામે લડત આપનારા આદિવાસી નેતા બિરસા મુંડાજીનો જન્મ ઝારખડમાં થયો હતો, જેમને આદિવાસી સમાજ ભગવાન માને છે જેમને પૂજે છે. ત્યારે આવા તેજસ્વી અને બહાદૂર નેતા સમાજના આગેવાન બિરસા મુંડાજીનો 15 નવેમ્બર જન્મ દીન હોય અને આવર્ષે 150 મી જન્મ જયંતિ હોય પ્રધાનમંત્રી નરેદ્ર મોદી દ્વારા આખો એક મહિનો વિવિધ કાયક્રમો કરી ને ઠેર ઠેર ઉજવણી કરવાંમાં આવી રહી છે. 

Exit mobile version