વાઇબ્રન્ટ સમિટના ત્રીજા દિવસે આફ્રિકા ડેની ઉજવણી કરાઇ
કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આફ્રિકાના ૫૪ પૈકીના ૫૨ દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સમારોહના સંમેલનને કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ, મુખપ્રધાન વિજય રૂપાણી અને આફ્રિકન સંઘના પ્રમુખ પૌલ કગામે સંબોધન કર્યું હતું. આફ્રિકા ડેની ઉજવણીમાં ૧૦૦૦ લોકોએ ભાગ લીધો છે વૈશ્વિક સમિટ માટે દક્ષિણ આફ્રિકા અને મોરક્કો પાર્ટનર દેશ તરીકે ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે આફ્રિકન અગ્રણીઓનાં સંમેલનને કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે સંબોધિત કર્યું હતું. સમિટમાં ગુજરાત અને આફ્રિકા વચ્ચે હેલ્થ કેર ફાર્માસ્યુટિકલ પેટ્રોકેમિકલ્સ, માઇનિંગ એન્ડ મિનરલ જેવા અલગ અલગ સેક્ટરના ૧૨ થી ૧૫એમઓયુ થવાની શક્યતાઓ છે.
આફ્રિકા ડે અંતર્ગત ટ્રેડ શોમાં આફ્રિકન પેવેલિયન ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં આફ્રિકાના ૫૪ પૈકી ૫૨ દેશોએ પોતાના સ્ટોલ રાખ્યા છે. અહીં ગાંધીજીની આફ્રિકાના સાથેના સંબંધને જીવંત કરવા માટે એક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે “ગુજરાત હાલમાં આફ્રિકાના ૫૪ દેશોમાંથી ૫૧ દેશોમાં વિવિધ ચીજવસ્તુઓની નિકાસ કરે છે, જે વર્ષ ૨૦૧૭,૨૦૧૮ દરમિયાન ૧૯.૬ બિલિયન અમેરિકન ડૉલરની હતી.
છેલ્લાં ચાર વર્ષમાં ગુજરાતમાંથી આફ્રિકન દેશોમાં થતી કુલ નિકાસ બમણાથી વધુ થઈ છે. આફ્રિકાના દેશોમાં ગુજરાતમાંથી થતી નિકાસ આશરે ૩૦% હિસ્સો ધરાવે કરે છે”.ગુજરાતમાં હાલમાં અભ્યાસ કરતા ૧૦૦થી વધુ આફ્રિકન વિદ્યાર્થીઓ પણ ભાગ લીધો છે. આ ઉદ્દઘાટન સમારંભમાં રવાન્ડા પ્રજાસત્તાકના પ્રમુખ અને આફ્રિકન સંઘના અધ્યક્ષ પૌલ કગામે પણ સંબોધન કર્યું હતું. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના ગુજરાત પ્રવાસના અંતિમ અને ત્રીજા દિવસે હજીરા ખાતે આવેલી એલ એન્ડ ટી કંપનીમાં બનેલી કે-૯ ગન વ્રજ ટેંક રાષ્ટ્રને અર્પણ કરી હતી.