Site icon Time News

Monsoon update: રથયાત્રાએ અમીછાંટણા નહીં, ધમધોકાર વરસાદ વરસશે, ગુજરાત માટે આગામી 3 કલાક ‘ભારે’

રાજ્યમાં વરસાદી માહોલ જામેલો છે..આજે સુરત શહેરમાં માત્ર બે કલાકમાં 5 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો.. આજે રાજ્યના 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયેલું છે.. હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરેલી છે..

હવામાન વિભાગનું માનીએ તો અમદાવાદમાં રથયાત્રાના દિવસે ( 27 જૂને) મેઘરાજા મહેર વરસાવી શકે છે. હવામાન વિભાગે આ દિવસે યેલ્લો એલર્ટ જાહેર કર્યુ છે. એટલે કે આ દિવસે હળવા વરસાદનું વાતાવરણ રહેશે. એવું માનવામાં આવે છે કે રથયાત્રાના દિવસે જો અમી છાંટણા થાય તો ખુબ સારા શુકન કહેવાય. એટલે જો આગાહી મુજબ હળવો વરસાદ વરસશે તો રથયાત્રાના દિવસે ભક્તોના ઉત્સાહને ચાર ચાંદ લાગી જશે.

હવામાન વિભાગે આજે ત્રણ કલાક માટે દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપ્યું છે.

આજે સવારે છ થી બપોરના વાગ્યા સુધીમાં સુરત શહેરમાં 7.24 ઇંચ વરસાદ ખાબક્યો હતો.. તો સુરત જિલ્લાના કામરેજમાં 4.84 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સુરત જિલ્લાના જ માંડવીમાં 2.20 ઇંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે 24 જૂનથી 27 જૂન દરમ્યાન ભારે વરસાદની આગાહી કરી છે, અને માછીમારોને દરિયોન ખેડવા સૂચના આપવામાં આવી છે.

મહત્વનું છે કે હાલ ચોમાસાએ સમગ્ર રાજ્યને કવર કરી લીધું છે. અત્યાર સુધીમાં સિઝનનો લગભગ 16 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

આ પણ વાંચો, http://Shaktisinh Gohil’s resignation: કડી-વિસાવદરમાં હાર બાદ કોંગ્રેસને સૌથી મોટો ફટકો, પ્રદેશ અધ્યક્ષ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version