દેશવિદેશ

જૈશનું ‘હમદર્દ’ ચીન બોલ્યું – UNSCના નિવેદનનો કોઇ નિર્ણય નહીં, બસ સામાન્ય ઉલ્લેખ

આતંકી સંગઠન જેશ એ મોહમ્મદને લઇને ચીનની હમદર્દી કોઇનાથી છુપાઇ નથી એક વખત ફરી તેને પાકિસ્તાનની ધરતી થી કામ કરનારા આ સંગઠનને સમર્થન કર્યું છે. ગુરુવારે જેશ એ મોહમ્મદ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર તેને કહ્યું કે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનનો ઉલ્લેખ માત્ર સામાન્ય સંદર્ભમાં છે અને આ કોઇ નિર્ણયને પ્રદર્શિત કરતા નથી.

પુલવામા હુમલામાં જૈશ-મોહમ્મદની ભૂમિકાનો ઉલ્લેખ કરતા નિવેદન વિશે પુછવા પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, તેમનો દેશ આતંરિક ઘટનાઓ સાથે જોડાયેલા ઘટનાક્રમો પર નજર રાખેલી છે. કાલે UNSCએ એક પ્રેસ નિવેદન જાહેર કર્યું જેમા એક ખાસ સંગઠનનો ઉલ્લેખ છે પરંતુ સામાન્ય સંદર્ભમાં, તે હુમલા પર કોઇ નિર્ણયને પ્રદર્શીત નથી કરતું.

જ્યારે જાણવામાં આવ્યું છે કે UNSCના આ નિવેદનને અટકાવવા માટે ચીને ભરપૂર પ્રયાસ કર્યા હતા. પ્રાપ્ત અહેવાલ મુજબ આતંકવાદના ઉલ્લેખ અંગે એકમાત્ર ચીનના વિરોધને કારણે પુલવામા હુમલાને લઇને 15 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના નિવેદનને એક અઠવાડિયા સુધી અટકાવી રાખવામાં આવ્યું હતું.

ચીન પુલવામા હુમલા અંગે યુએનએસસીના નિવેદનમાં વિષયવસ્તુને નબળી કરવા માગતો હતો. આ સીવાય પાકિસ્તાન દ્વારા પણ આ નિવેદન બહાર ન પડે તે માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. જોકે, આ દરમિયાન અમેરિકાએ પોતાના તરફથી દબાણ ઉભુ કર્યું, જેથી નિવેદન પર આ પરિષદના તમામ સભ્યોની મંજૂરી મળી શકે.

જણાવી દઇએ કે UNSC દ્વારા આજે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં આ હુમલાને ખરાબ જણાવીને તેની નિંદા કરવામાં આવી છે. 15 દેશના આ સંગઠનમાં ચીનનો પણ સમાવેશ થાય છે. સુરક્ષા પરિષદે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ઉલ્લેખ કરીને પણ નિવેદન આપ્યું હતું કે આવા હુમલાના દોષિતોને પકડીને અદાલતમાંઊભા કરીને કડક સજા આપવી જોઈએ.

મળતી માહિતી મુજબ પુલવામા હુમલા અંગે નિવેદન આપવા માટે સુરક્ષા પરિષદમાં એક સપ્તાહ સુધી ખેંચતાણ ચાલતી રહી હતી. UNSCનું નિવેદન હુમલાના બીજા દિવસે એટલે કે 15 ફેબ્રુઆરીના રોજ જ જાહેર થવાનું હતું, પરંતુ ત્યાર બાદ ચીને 18 ફેબ્રુઆરી સુધીનો સમય માગ્યો. આ ઉપરાંત, ચીને બે વખત નિવેદનમાં ફેરફારના પ્રસ્તાવ મુક્યા, જેથી સમયને થોડો લંબાવી શકાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button