Gujarat

રાજ્યમાં પ્રેમ લગ્ન મુદ્દે માતા-પિતાની સહી ફરિજયાત કરવાના મુખ્યમંત્રીના નિર્ણયને નીતિન પટેલે આપ્યું સમર્થન

ગુજરાત રાજ્યમાં પાટીદારોના ગઢ મહેસાણામાં રવિવારે SPGના બેનર હેઠળ સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રેમ લગ્ન માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય કરાશે. પાટીદાર સમાજની માગ વિશે સરકાર વિચારણા કરશે. પાટીદાર સમાજના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આ સંકેત આપ્યા હતા.મુખ્યમંત્રીના સંકેત બાદ પ્રેમલગ્નના રજીસ્ટ્રેશન સમયે નિયમો બદલવાની માગ બુલંદ બની રહી છે. લગ્ન નોંધણી સમયે માતાપિતાની મંજૂરીને નીતિન પટેલે સમર્થન કર્યુ છે. પ્રેમલગ્નની નોંધણીમાં પરિવારની મંજૂરી મુદ્દે વિચારણાને આવકાર હોવાનું તેમણે જણાવ્યું હતું. CMએ આપેલા નિવેદનને ચારે બાજુથી સમર્થન મળવા લાગ્યું છે.

કૉંગ્રેસ નેતા ઈમરાન ખેડાવાલાએ પણ સમર્થન આપ્યું છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ટ્વિટરના માધ્યમથી વિચારણાને આવકારી છે. તેમણે લખ્યું કે મુખ્યમંત્રીએ એક કાર્યક્રમમાં કરી છે. જો સરકાર આવો કાયદો વિધાનસભા સત્રમાં બિલ લાવી બનાવે તો સરકારને મારું સમર્થન છે.

માતા પિતાની મંજરી વગર યુવાનો પ્રેમ લગ્ન કરી લેતા હોય છે ત્યારે આ બાબતને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનુ નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, પ્રેમલગ્ન માતા-પિતાની મંજુરી ફરજીયાત કરવા માટે અભ્યાસ કરવામાં આવેશ. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ નિવેદન મહેસાણા ખઆતે એસપીજી દ્વારા કરવામાં આવેલા પાટીદાર સ્નેમિલન કાર્યક્રમમાં આપ્યુ હતુ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button