ગુજરાત
લાંબા વાળને લઇને નિલાંશીએ સ્થાપ્યો રેકોર્ડ, ગિનિશ બુકમાં મળ્યું સ્થાન
ખાસ કરીને આજકાલ ઘણી યુવતીઓ તેમના વાળને લઇને ખૂબ ચિંતિત રહે છે. વાળ લાંબા કરવા માટે અવનવા ઉપાયો કરતી રહે છે. માર્કેટમાં મળતી કેટલીક ક્રીમ, શેમ્પુ સહિતની પ્રોડક્ટનો ઉપયોગ કરતી રહે છે. છતાં પણ વાળમાં કોઇ ફરક જોવા મળતો નથી. ત્યારે મોડાસાની નિલાંશીને 5.7 ફૂટ લાંબા વાળને કારણે ગિનિશ બુકમાં સ્થાન મળ્યું છે.
મોડાસાના સાયરા ગામના શિક્ષક દંપતીની પુત્રી નિલાંશીએ પોતાના લાંબા વાળને કારણે સમગ્ર વિશ્વમાં વિક્રમ સ્થાપીને ગિનિસ બુકમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાથે અરવલ્લી તેમજ મોડાસાનું નામ પણ રોશન કર્યું છે.
હાલ નિલાંશીના વાળને લંબાઇ 170.05 સેમી છે. વિશ્વભરમાં નિલાંશીએ લાંબા વાળ માટેનો રેકોર્ડ સ્થાપ્યો હતો. જેમા તેન ઇટાલીના રોમ ખાતે ગિનિશ બુકના જજના હાથે સર્ટી આપવામાં આવ્યું હતું.