Redmi Note 7માં મળશે Pixel 3 જેવા નાઇટ સાઇટ ફીચર
ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Xiaomiએ પોતાના ઘરેલુ માર્કેટમાં કેટલાક સમય પહેલાજ Redmi Note 7 લૉન્ચ કર્યો હતો. આ ફોનમાં 48 મેગાપિક્સલ રિયર કેમેરા સાથે રજૂ કરવામાં આવ્યો હતો. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેનો રિયર કેમેરા છે. આપને જણાવી દઈએ કે કંપનીએ જાન્યુઆરીના અંત સુધીમાં આ ફોનના 10 લાખ યુનિટ્સ વેચવાનું લક્ષ્ય રાખ્યુ હતુ. આ ફોનનું વેચાણ ચીનમાં આજથી શરૂ થઈ ચુક્યુ છે. હવે જોવાનુ એ છે કે આવનારા 15 દિવસમાં કંપની 10 લાખ યુનિટ્સ વેચી શકે છે કે નહી.
કંપનીનો દાવો છે કે ફક્ત 8 મિનિટમાં જ Redmi Note 7ના 1 લાખ યુનિટ્સ વેચાઈ ચુક્યા છે. એવામાં જો 15 દિવસમાં 10 લાખ યુનિટ્સનું વેચાણ કરવું કંપનીમાટે ખાસ કોઈ મોટી વાત નથી. સમાચાર અનુસાર Redmi Note 7ના 50 હજાર યુનિટ્સ Mi.com પરથી અને 50 હજાર યુનિટ્સ JD.com અને TMall જેવી વેબસાઈટ પરથી વેચાયા છે. હાલતો આને ફ્લેશ સેલ તરીકે વેચવામાં આવી રહ્યા છે. આનો બીજો સેલ 18 જાન્યુઆરીએ આયોજીત કરવામાં આવશે. આને ભારતમાં ક્યારે લૉન્ચ કરવામાં આવશે તેની હાલ કોઈ માહિતી મળી રહી નથી.
Xiaomi Redmi Note 7ને ત્રણ વેરિયન્ટમાં લૉન્ચ કરવામાં આવશે. આમાં 3 GB રેમ અને 32 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 10,300 રૂપિયા છે. તો 4 GB રેમ અને 64 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 12,400 રૂપિયા છે. 6 GB રેમ અને 64 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 14,500 રૂપિયા છે.
આ ડ્યુઅલ સ્માર્ટફોન છે. આ MIUI 9 પર આધારિત એન્ડ્રોઈડ ઓરિયો પર કામ કરે છે. આમાં 6.3 ઈચનો ફુલ એચડી પ્લસ LTPS ડિસ્પ્લે આપવામાં આવેલ છે, જેનુ પિક્સલ રિજોલ્યુશન 1080×2340 છે. તેનો એસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. તેમાં બ્રાઈટનેસ 450 nits, 84 NTSC કવર ગામુટ, કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 અને 2.5D કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવેલ છે. આ ફોન 2.2 ગીગાહર્ટઝ સ્નેપડ્રેગન 660 ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવેલ છે. આમાં 3 GB, 4 GB અને 6 GB રેમ આપવામાં આવેલ છે. સાથે 32 અને 64 GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવેલ છે.