NIAના દરોડા: ઉત્તર પ્રદેશ અને દિલ્હીના 17 જગ્યાએ તપાસ અભિયાન, 10 શંકાસ્પદ લોકોની ધરપકડ
NIAએ બુધવારે ઉત્તર પ્રદેશ અને દિલ્હીના 17 જગ્યાએ તપાસ અભિયાન ચલાવ્યું. આ દરમિયાન 10 સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી. આતંકી સંગઠન ISIS જેવું મોડ્યૂલ હરકત-ઉલ-હર્બ એ ઈસ્લામ ઉત્તર ભારતમાં વિસ્ફોટનું ષડયંત્ર કરી રહ્યાં હતા. જે બાદ ઈનપુટના આધારે ઉત્તરપ્રદેશના અમરોહા, દિલ્હીના જાફરાબાદ, લખનઉ સહિત અન્ય જગ્યાઓ પર દરોડા પાડ્યાં
NIAના IG આલોક મિત્તલના જણાવ્યા મુજબ મોડ્યૂલનો આગેવાન મુફ્તી સોહેલ દિલ્હીમાં રહેતો હતો. મૂળ રૂપથી તે અમરોહાનો રહેવાસી હતો અને મસ્જિદથી કામને સંચાલિત કરતો હતો. 12 પિસ્તોલ રિકવર થઈ છે. એક્સપ્લોઝિવ ઉપરાંત ઘણાં બોમ્બ બનાવવાના હતા. પોટેશિયમ નાઈટ્રેટ, સલ્ફર, શુગર પેસ્ટ અને મોટી સંખ્યામાં પાઈપ મળ્યાં છે.
મિત્તલે જણાવ્યું કે મહત્વપૂર્ણ ઈમારતો, કેટલીક સિક્યોરિટી ઈન્સ્ટાલેશન, ભીડભાડવાળા વિસ્તારો તેમના નિશાને હતા. લખનઉમાં આ મોડ્યૂલનો એક માણસ હતો. તેમનું સેલ્ફ ફંડિંગ છે. કેટલાંક લોકોએ ઘરનું સોનું ચોરીને વેચ્યું હતું. તેનાથી બોમ્બ બનાવવા માટે ઈક્વિપમેન્ટ્સ ખરીદવામાં આવ્યાં. તેઓને રિમાન્ડ પર લઈને સઘન પૂછપરછ કરવામાં આવશે જે બાદ વધુ જાણકારી મળશે.