New Year 2019: નવા વર્ષમાં ગૂગલે બનાવ્યુ ખાસ ડૂડલ
નવા વર્ષની લોકો જોરશોરથી ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ગૂગલે પણ તેને ખાસ રીતે સેલિબ્રેટ કર્યું છે. વર્ષ 2019નું સ્વાગત ગૂગલે શાનદાર ડૂડલ બનાવીને કર્યું હતું. નવા વર્ષના ડૂડલમાં હાથીના બે નાના નાના એનિમેટેડ બચ્ચા જોવા મળ્યા હતા, જે ફૂગ્ગાઓ સાથે રમી રહ્યા છે.ડૂડલ જોઇને સ્પષ્ટ અંદાજો લગાવી શકો છો કે તે પાર્ટીના ફૂલ મૂડમાં છે. બન્નેએ રંગબેરંગી ટોપીઓ લગાવી છે અને તેના આસપાસ ફૂગ્ગાઓ વિખરાયેલા જોવા મળી રહ્યા છે.
જ્યારે ઉપર ડેકોરેશન તરીકે લાગેલી ઝાલર પર ગૂગલ લખેલું છે. તેના બરાબર ઉપર ઘડી પણ છે જે 12 વગાડી રહી છે, જે આ વાતને દર્શાવે છે કે નવું વર્ષ આવી ચૂક્યું છે. તમને જણાવી દઇએ કે, ગૂગલ પર 31 ડિસેમ્બર એટલે કે ન્યૂ યર ઇવથી આ ડૂડલ દેખાઇ રહ્યું હતું. તે વખતે ડૂડલમાં દેખાઇ રહેલી ઘડીયાળમાં 12 વાગ્યા નહોતા અને બન્ને હાથીના બચ્ચાઓ રમતા હતા. તમને જણાવી દઇએ કે, વિશ્વભરમાં નવા વર્ષનો જશ્ન ઘણો ધામધૂમથી ઉજવવામાં આવે છે. વિશ્વના અલગ અલગ ખુણામાંથી જશ્નની તસવીરો આ વાતની સાક્ષીઓ પુરી છે.
ગૂગલ ડૂડલ એક લોગોની જેમ છે જે ગૂગલના હોમપેજ પર ખાસ દિવસોમાં જોવા મળે છે. ગૂગલ આ અવસરે લોકોને યાદ અપાવવા માટે બનાવે છે. ગૂગલ ખાસ કરીને કોઇ ખાસ વ્યક્તિ, દિવસ, તહેવાર, ઘટના યાદ અપાવવા માટે બનાવે છે. સૌથી ખાસ ડૂડલ 1998માં બર્નિંગ મેન ફેસ્ટિવલને સમર્પિત કરવામાં આવી હતી.