
નવરાત્રિના તહેવારને હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર આરોગ્ય અને સ્વચ્છતા જાળવવા માટે મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે. નવરાત્રિ દરમિયાન પાર્ટી પ્લોટ અને જાહેર સ્થળોએ ફૂડ સ્ટોલ લગાવતા વેપારીઓ માટે AMC ના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા નવા નિયમો અને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે અને તેના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
AMC ના હેલ્થ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ડૉ. ભાવિન જોષીના માર્ગદર્શન હેઠળ, તમામ કાયમી અને હંગામી ફૂડ સ્ટોલધારકોએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ લાયસન્સ અથવા નોંધણી મેળવવી ફરજિયાત છે. આ લાયસન્સ માટે foscos.fssai.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરીને જરૂરી દસ્તાવેજો અને ફી ભરવાના રહેશે. લાયસન્સ વગર ફૂડ સ્ટોલ ચલાવવો એ કાયદાકીય ગુનો ગણાશે.અને આ લિંક પર ક્લિક કરી આપ નિયમો જાણી શકો છો
આ પણ વાંચો, http://લોથલમાં PM મોદીનું હેલિકોપ્ટર ઉડી ન શક્યું! બાય રોડ 100 કિ.મીનું અંતર કાપી અમદાવાદ પહોંચ્યા!
