ગુજરાત

નવસારી: ST બસ ચાલકની બેદરકારીને કારણે 1નું મોત, 3 મુસાફરને કચડ્યા

નવસારીના એસટી ડેપો સંકુલમાં સાંજના સમયે નવસારીથી અમલસાડ જતી બસના ચાલકે બસ પૂરઝડપે હંકારીને સીધી જ બસની રાહ જોતા મુસાફરો ઉપર ચડાવી દીધી હતી. મુસાફરો કંઈ સમજે તે પહેલા જ કાળમુખી બસે 3ને અડફેટે લેતા બેના ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે એક મુસાફરનું સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું. જ્યારે એકને ઇજા પહોંચી હતી. જોકે આ ઘટના બાદ એકત્ર લોકટોળાનો રોષ જોઈ બસચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.

આ અકસ્માતમાં બસડેપોના સીસીટીવી કેમેરાને કારણે બસ ચાલકે કેવી રીતે બસ પૂરઝડપે હંકારીને સીધી જ પ્લેટફોર્મ પહેલા મૂકેલા બમ્પર કૂદાવી સીધા જ મુસાફરોને અડફેટે લીધાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. પોલીસ ઘટનાસ્થળે આવી ત્યારે બ્રેક ફેઈલ થયાને કારણે દુર્ઘટના બની હતી તેવું તારણ નીકળ્યું હતું પરંતુ મોડીરાત્રે આરટીઓના અધિકારીઓ આવ્યા બાદ બસનું ટેસ્ટિંગ કરતા બ્રેક બરાબર હોવાનું પ્રથમ ટેસ્ટ ડ્રાઈવમાં માલૂમ પડ્યું હતું. જેના પગલે બસચાલકની બેદરકારી હોવાનું સ્પષ્ટ થયું છે. અકસ્માત કરનાર બસ ડ્રાઈવર પ્રવીણ ધાંધલની હજુ 20 દિવસ પહેલાં જ ડ્રાઇવર તરીકે ભરતી થઈ હતી.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button