લાઇફ સ્ટાઇલ

ઘરમાં પડેલી આ વસ્તુઓથી કરી શકશો નેઇલ પેઇન્ટ રિમૂવ 

નેઇલ પેઇન્ટ લગાવવાથી હાથની સુંદરતા વધી જાય છે. કેટલાક લોકોને દરરોજ અલગ અલગ નેઇલ પેઇન્ટ લગાવવાનું સારુ લાગે છે. પરંતું હાથમાંથી જૂની નેઇલ પેઇન્ટ દૂર કરવા માટે નેઇલ પેઇન્ટ રિમૂવરની જરૂર પડે છે. તેના વગર નેઇલ પેઇન્ટ નીકાળવા મુશ્કેલ થઇ જાય છે.એવામાં ઘરમાં ઉપયોગ થનારી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને નેઇલ પેઇન્ટને નીકાળી શકો છો. આવો જોઇએ કઇ વસ્તુઓના ઉપયોગથી સહેલાઇથી નેઇલ પેઇન્ટ દૂર કરી શકાય.

 

લીંબુ

લીંબુ નેલ પોલિશ દૂર કરવા માટે કુદરતી ઉપાય છે. નખ પર લીંબુને નખ પર રગડવાથી નેલ પોલિશ જલદી દૂર થઇ જાય છે. તે સિવાય તે મેનીક્યોર માટે પણ બેસ્ટ ઉપાય છે.

વિનેગર

વિનેગરથી પણ નેઇલ પેઇન્ટ દૂર કરી શકાય છે. થોડૂક રૂ લો. તેને વિનેગરમાં પલાળીને ધીમે ધીમે નખ પર રગડો. આમ કરવાથી નેઇલ પેઇન્ટ પૂર્ણ રીતે દૂર થઇ શકે છે.

આલ્કોહોલ

નખમાંથી નેઇલ પેઇન્ટ દૂર કરવા માટે આલ્કોહોલનો ઉપયોગ કરી શકાય છે. આલ્કોહોલના થોડાક ટીંપા નખ પર લગાવી તેને સુતરાઉ કપડાથી સાફ કરી લો. સહેલાઇથી નેઇલ પેઇન્ટ રિમૂવ થઇ જશે.

ગરમ પાણી

જો તમારા ઘરમાં ગરમ પાણી કે વિનેગર નથી તો ગરમ પાણીથી પણ નેઇલ પેઇન્ટ દૂર કરી શકાય છે. એક બાઉલમાં ગરમ પાણી લો. આ પાણીમાં 10 મિનિટ તમારી આંગળી ડૂબાડીને રાખો. ત્યાર પછી કોટનથી પેઇન્ટ દૂર કરો.

ટૂથ પેસ્ટ

તે સિવાય તમે ટૂથપેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. થોડીક ટૂથપેસ્ટ લો અને તેને નખ પર રગડો. આમ કરવાથી થોડીક મિનિટોમાંજ નેઇલ પેઇન્ટ દૂર થઇ જશે.

નેઇલ પોલિશ

નેઇલ પોલિશથી જ નેઇલ પેઇન્ટ દૂર કરી શકાય છે. નેઇલ પેઇન્ટ લગાવતા પહેલા નખ પર નેઇલ પેઇન્ટ કરી લો. તરત જ તેને સુતરાઉ કપડાથી સાફ કરી લો. આ રીતે મિનિટોમાં સહેલાઇથી નેઇલ પેઇન્ટ સાફ થઇ શકે છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button